નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. ટીમ ઈન્ડિયાની હાલની સ્થિતિનો શ્રેય પણ ગાંગુલીને આપવામાં આવે છે. આજે તેણે સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના કોચ બનવાની રેસમાં સામેલ થઈ શકે છે. જોકે ગત મહિને ભારતીય ટીમના કોચની પસંદગી માટે તેણે અરજી કરી નહોતી.


ટીમ ઈન્ડિયાના કોચ બનવા સાથે સંકળાયેલા સવાલને લઈ ગાંગુલીએ કહ્યું કે, ભવિષ્ય જ આ વાતનો જવાબ આપશે. હાલ હું કોચિંગની ભૂમિકા નીભાવી રહ્યો છું. ગત વર્ષે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો હતો અને સાત વર્ષમાં પ્રથમ વખત આ ટીમ પ્લે ઓફમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી. મારી શરૂઆત સારી રહી છે.

તેના આ નિવેદનને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના કોચ બનવા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. હાલ ટીમ ઈન્ડિયા વિશ્વની સૌથી શ્રેષ્ઠ ટીમો પૈકીની એક છે. ટીમ ઈન્ડિયાને આ સ્તરે પહોંચાડવા માટે તેની અગ્રેસિવ રમત છે. ગાંગુલીની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયામાં મોટું પરિવર્તન આવ્યું હતું.

બોલીવુડની આ હોટ એક્ટ્રેસ બની નાની, ઘરમાં આ રીતે કરવામાં આવ્યું નાના મહેમાનનું સ્વાગત, જુઓ તસવીરો

કાશ્મીર આપણો આંતરિક મામલો, પાકિસ્તાન સાથે યુદ્ધનો કોઈ સવાલ જ નથીઃ અમિત શાહ

IND vs SA: આજે બીજી T20, આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

કેબિનેટે લીધા બે મોટા ફેંસલાઃ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગરેટ પર બેન