ભારતીય ટીમના આ પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- હા હું ટીમ ઈન્ડિયાનો કોચ બનવા માંગુ છું, પરંતુ....
abpasmita.in | 02 Aug 2019 08:53 PM (IST)
વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વેસ્ટઇન્ડિઝ પ્રવાસ બાદ પૂરો થવાનો છે. આથી ભારતીય ટીમ માટે નવા કોચની શોધ ચાલું છે.
નવી દિલ્હી: ભારતીય ટીમ માટે નવા કોચની શોધ ચાલું છે. કારણ કે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ બાદ વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવાનો છે અને રવિ શાસ્ત્રીને ફરી કોચ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલીએ પણ ભારતીય ટીમના કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૌરવ ગાંગુલીએ શુક્રવારે કહ્યું કે તે ભવિષ્યમાં ભારતીય ટીમનો કોચ બનવા માંગે છે પરંતુ હાલમાં આ જવાબદારી વાળા પદ માટે ઈચ્છા નથી, કારણ કે તેમની પાસે અન્ય જવાબદારીઓ પણ છે. ગાંગુલીએ કહ્યું કે આ સમયગાળો પૂરો થયા બાદ હું આ દોડમાં સામેલ થઈ જઈશ. 46 વર્ષીય ગાંગુલીએ કહ્યું કે “હાલમાં હું અનેક વસ્તુઓ સાથે જોડાયેલો છું. જેમાં આઈપીએલ, સીએબી અને ટીવી કૉમેન્ટ્રી પણ સામેલ છે. કોઈ સમયે કોચના પદ માટે દાવેદારી નોંધાવીશ. ” ગાંગુલીએ કહ્યું કે આ વખતે કોચ માટે કોઈ મોટા નામોએ આવેદન નથી કર્યું, આવેદનોને જોતા મને લાગે છે કે તેમાં કોઈ મોટું નામ નજર નથી આવી રહ્યું. કોચ પસંદગી પર અમે કેપ્ટન કોહલીના મતનું સન્માન કરવુ પડશેઃ કપિલ દેવINDvsWI: વિરાટ કોહલીએ ફ્લોરિડામાં ફેન્સનું દીલ જીત્યું, જુઓ વીડિયો