South Africa vs India ODI Series 2022 : આવતીકાલથી ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે, આ પછી ભારત અને આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે. વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાએ તૈયારીઓ કરી લીધી છે, અને ખેલાડીઓ પણ સાઉથ આફ્રિકા પહોંચી ગયા છે. હાલ તમામ ખેલાડીઓ કોરોના પ્રોટોકૉલનુ પાલન કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે ઇશાન કિશને એક ખાસ તસવીર શેર કરી છે જે વાયરલ થઇ રહી છે. 


ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને ટ્વીટર પર એક તસવીર શેર કરી છે, આ તસવીરોમાં ઇશાનની સાથે શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, સૂર્ય કુમાર યાદવ અને યુજવેન્દ્ર ચહલ દેખાઇ રહ્યા છે. ખાસ વાત છે કે આ તમામ ખેલાડીઓ માસ્ક પહેરીને એન્જૉય કરી રહ્યા છે. ઇશાને આ તસવીર શેર કરતા માસ્કની ઇમૉજી પણ બનાવી છે. 




આગામી 19 જાન્યુઆરીથી ભારત અને આફ્રિકા વચ્ચે વનડે સીરીઝ  શરૂ થઇ રહી છે. ખાસ વાત છે કે વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. ખેલાડીઓ જબરદસ્ત પરસેવો પાડી રહ્યા છે. આ લિસ્ટમાં ઇશાન કિશન, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને સૂર્યકુમાર યાદવે ખાસ છે. 


નોંધનીય છે કે સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ વન-ડે 19 જાન્યુઆરીના રોજ રમાશે. બીજી વન-ડે 21 જાન્યુઆરી અને ત્રીજી વન-ડે 23 જાન્યુઆરીએ રમાશે.


ટીમ ઇન્ડિયાઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, વેંકટેશ ઐય્યર, ઋષભ પંત, ઇશાન કિશન, યુઝર્વેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન. વોંશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ


 




આ પણ વાંચો...........


Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો


NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ


Indian Railways RRB: જો તમે રેલ્વેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો આ પુસ્તકોથી મળશે સફળતા


Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?


બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો


કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........


LPG Cylinder Subsidy Update : મોંઘવારીથી મળશે રાહત, 587 રૂપિયામાં મળશે, એલપીજી સિલેન્ડર, જાણો કેવી રીતે