નવી દિલ્હીઃ ક્રિકેટ પ્રશંસકો માટે દુખથ સમાચાર આવ્યા છે. એક યુવા ક્રિકેટ ખેલાડીનું નિધન થયું છે. સાઉથ આફ્રીકીની 25 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખેલાડી એલરીસા શ્યૂનિસેન-ફૌરીની રોડ અકસ્માતમાં બુધવારે 5 એપ્રિલના રોજ નિધન થયું છે.
એલીસા ટી ફોરી અને તેમના બાળકની એક રોડ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના સ્ટિલફોંટેનમાં થઇ હતી. 25 વર્ષની ઓલરાઉન્ડર એલરીસાએ દક્ષિણ આફ્રિકા માટે ત્રણ વન-ડે અને એક ટી-20 મેચ રમી છે.
તે 2013ના વિશ્વકપમાં સાઉથ આફ્રિકા ટીમનો ભાગ હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના મુખ્ય કાર્યકારી થબાંગ મોરોએ કહ્યું,’આ ખુબ જ દુખદ ઘટના છે. અમે તમામ લોકો આ ઘટનાની ખબરથી ખુબ જ દુખી છીએ. સીએમએ પરિવાર તરફથી હું તેમના પતિ, પરિવાર, દોસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.’