સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ફિલાન્ડરે કર્યા લગ્ન, તસવીર કરી શેર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલાન્ડરે પોતાના લગ્નનો ખુલાસો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો હતો. તેણે લગ્નની તસવીર શેર કરી હતી. દક્ષિણ આફ્રિકાના આ બોલરે ગર્લફ્રેન્ડ મેડી હડસન સાથે વર્ષ 2016માં સગાઇ કરી હતી. મેડી હડસન એક જાણીતી કંપનીમાં રાઇટરનું કામ કરે છે.
24 જૂન 1985ના રોજ કેપટાઉનમાં જન્મેલા ફિલાન્ડરે માત્ર 7 ટેસ્ટમાં જ 50 વિકેટ અને 19 ટેસ્ટમાં 100 વિકેટ લેવાની સિદ્ધી મેળવી હતી.
કેપટાઉનઃ પોતાની બોલિંગ દ્વારા અનેક બેટ્સમેનોને પરેશાન કરનારા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર વર્નોન ફિલાન્ડરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. ભારત વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારા ફિલાન્ડરે 24 ફેબુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ મેંડી હડસન સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણા લાંબા સમયથી એક બીજાને ડેટ કરતા હતા.
ફિલાન્ડરે સાઉથ આફ્રિકા વતી 50 ટેસ્ટ મેચમાં 21,85ની સરેરાશથી 186 વિકેટ લીધી છે. હાલ આઇસીસી રેન્કિંગમાં તે છઠ્ઠા નંબર પર છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 24.33ની સરેરાશથી રન બનાવ્યા છે. જેમાં 7 અડધી સદી પણ સામેલ છે. તેણે 30 વન ડેમાં 41 વિકેટ પણ લીધી છે.
ટેસ્ટ ક્રિકેટમાં નવા બોલથી બોલિંગ કરતી વખતે ફિલાન્ડર ઘાતક બની જાય છે. તાજેતરમાં ભારત સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફિલાન્ડરે 3 મેચમાં 15 વિકેટ લઇ સાઉથ આફ્રિકાને ટેસ્ટ શ્રેણી 2-1થી જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -