ક્યા દેશની બે ક્રિકેટર યુવતીઓને હતા સજાતિય સંબંધ, કરી લીધાં સજાતિય લગ્ન? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ડેન વેન નિકેર્કે પોતાની જ ટીમની સાથી ખેલાડી મેરીજાને કેપ સાથે લગ્ન કરી લીધા છે. બન્ને ખેલાડીઓએ લગ્ન કર્યા બાદ સોશ્યલ મીડિયા પર તસવીર પૉસ્ટ કરીને પોતાના ફેન્સને આ વાતની માહિતી આપી હતી.
નેકેર્કને 2017-18 સિઝન માટે સાઉથ આફ્રિકાની ટૉચની મહિલા ક્રિકેટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ બન્ને ખેલાડીઓ મહિલા બિગબેશમાં સિડની સિક્સર્સની ટીમ માટે રમે છે. બન્ને ખેલાડીઓ ધૂંરધર ક્રિકેટર છે અને તેમને કેટલીય સફળતાઓ હાંસિલ કરી છે.
બન્ને ખેલાડીઓ પોતાના મિત્રો, પરિવાર અને આફ્રિકન ટીમના સાથી ખેલાડીઓની હાજરીમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા.
નિકેર્ક અને કેપે 2009માં રમાયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. નિકેર્કે 8 માર્ચે વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ જ્યારે કેપ 10 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી આંતરાષ્ટ્રીય મેચ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -