Rio 2016: ઓલમ્પિકની ઓપનિંગ સેરેમનીનો આવો હતો નજારો, જુઓ તસવીરો
દક્ષિણ અમેરિકામાં પહેલી વાર ઓલમ્પિક ગેમ્સનું આયોજન કરવમાં આવ્યું છે. તેને સમર ઓલમ્પિકના નામે પણ ઓળખવામાં આવે છે. આ પછી રિયોમાં જ પેરાલમ્પિક રમતોનું આયોજન કરવામાં આવશે.
ઓલમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભારતનું નેતૃત્વ નિશાનબાજીમાં ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિન્દ્રાએ કર્યુ હતું.
રિયો ઓલમ્પિકમાં કુલ 43 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓલમ્પિકમાં ભાગ લેવા વાળા 200થી વધારે દેશોના 10 હજાર જેટલા ખેલાડીઓ અને અધિકારીઓએ એક-એક છોડ વાવવાની જવાબદારી આપવામાં આવી હતી. ઉદ્ધાટન સમારોહ દરમિયાન જ તેમને છોડવા આપવામાં આવ્યા હતા.
સેરેમની પહેલા ભારતીય બે઼મિંટન પ્લેયર જ્વાલા ગટ્ટા અન્ય ખેલાડીઓ સાથે
રાફેલ નડાલે સ્પેનની પરેડનું નેતૃત્વ કર્યુ હતું
રિયોના 32 તથા અન્ય પાંચ શહેરોમાં આવેલા આયોજન સ્થળોમાં ખેલ આયોજિત રહેશે. 31મી ઓલમ્પિક ગેમ્પ 5 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ચાલશે.
રિયોમાં સચિન તેંડુલકર, નીતા અંબાણી અને મૂકેશ અંબાણી
રિયોની આ તસવીર સચિને એફબી પર શેર કરી હતી
રિયો ડી જેનેરિયો: દુનિયાને ગ્લોબલ વોર્મિંગના સંકટથી બચાવવાના સંદેશ સાથે રિયોના મારાકાના સ્ટેડિયમમાં શનિવારે 31માં ઓલમ્પિક ખેલનું ઉદ્ઘાટન થયુ છે. (તમામ તસવીરો- ટ્વિટર)