પાકિસ્તાન તરફથી બીજી ઈનિંગમાં ઓપન શેન મસૂદે 135 રન, આબીદ અલીએ 174 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન અઝહર અલીએ 118 રન બનાવ્યા હતા. જ્યારે બાબર આઝમ 100 રને નોટ આઉટ રહ્યો હતો. 2009માં શ્રીલંકાની બસ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં એક દાયકા પછી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમાઈ રહી છે.
મે 2007માં ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતના પ્રથમ ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટના નુકસાન પર 610 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક અને વસીમ જાફર ઓપનિંગમાં આવ્યા હતા. કાર્તિકે 129 રન બનાવ્યા હતા, જ્યારે વસીમ જાફર 138 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. વન ડાઉન આવેલા ધ વોલ રાહુલ દ્રવિડે 129 રન બનાવ્યા હતા. જ્યારે માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરે ચોથા ક્રમે આવીને અણનમ 122 રન બનાવ્યા હતા. ધોની 51 રને નોટ આઉટ રહ્યો હતો.