નવી દિલ્હીઃ રમત કોઈપણ હોય ક્રિકેટનું મોદાન હોય કે ફૂટબોલનું મેદાન, રતમના સમયે ઘણી વખત દુર્ઘટનાઓ ઘટતી હોય છે. કંઈક એવું જ થયું એડિલેડના મેદાન પર. રવિવારે મહિલા વર્લ્ડ ટી20 વર્લ્ડકપના વોર્મઅપ મેચમાં સાઉથ આફ્રીકા અને શ્રીલંકાની ટીમની વચ્ચે મેચ ચાલી રહી હતી, આ મેચ દરમિયાન શ્રીલંકન ખેલાડી અચીકિ કુલાસૂર્યા ઇજાગ્રસ્ત થઈ હતી અને તે મેદાન પર જ બેભાન થઈ ગઈ હતી.

જણાવીએ કે, આ દુર્ઘટના કુલાસૂર્યા સાથે ત્યારે થઈ જ્યારે તે કેચ પકડવા માટે દોડી. 29 વર્ષની આ ખેલાડી સાઉથ ફ્રીકીના બેટ્સમેન ક્લોય ટ્રાયનનો કેચ પકડવા ગઈ, પરંતુ બોલ સીધા જ તેના માથા પર લાગ્યો, ત્યાર બાદ કુલાસૂર્યા જમીન પર પડી ગઈ.



કુલાસૂર્યાને જમીન પર પડતી જોઈ તરત જ શ્રીલંકાની ફીઝિયો મેદાન પર આવી પરંતુ તે કોઈ હરકત કરી રહી ન હતી. આ જોઈ મેદાનમાં હાજર  તમામ લોકોના હોશ ઉડી ગયા અને મેદાનમાં તર જ એમ્બ્યુલન્સકર્મી પહોંચ્યા. તે સ્ટ્રેચરથી કુલાસૂર્યાને મેદાનથી બહાર લઈ ગઈ, જ્યાંથી તેને સીધા જ હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલ પહોંચ્યા બાદ કુલાસૂર્યાની સારવાર કરવામાં આવી અને બાદમાં તે ભાનમાં આવી ગઈ અને ડોક્ટરોએ તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. શ્રીલંકાની ટીમના પ્રવક્તાએ ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે વાતચીત કર્યા બાદ આ જાણકારી આપી છે.



શ્રીલંકન ટીમે સાઉથ આફ્રિકાને ૪૧ રનથી હરાવી દીધી હતી પરંતુ બંને ટીમોએ સુપર ઓવરની પ્રેક્ટિસ કરવા માટે રમતને આગળ વધારી હતી. સુપર ઓવરના પ્રથમ બોલે જ આફ્રિકન ખેલાડી ટ્રાયને હવામાં લોંગ શોટ રમ્યો હતો. મિડ ઓફ ઉપર ઉભેલી કુલાસૂર્યા કેચ પકડવા માટે દોડી હતી ત્યારે બોલ અચાનક તેના હાથમાંથી નીકળીને સીધા તેના માથામાં વાગ્યો હતો. અચિનિ કુલાસૂર્યા શ્રીલંકા માટે ૧૧ વન-ડે તથા ત્રણ ટી૨૦ મેચ રમી છે.