US ઓપનની ફાઇનલમાં જોકોવિચને હરાવી વાવરિન્કા બન્યો ચેમ્પિયન
abpasmita.in | 12 Sep 2016 12:48 PM (IST)
ન્યૂયોર્કઃ યુએસ ઓપન ટેનિસ ટુનામેન્ટમાં મેન્સ ફાઇનલમાં સ્વિઝરલેન્ડના સ્ટેનિસલાસ વાવરિન્કાનો વિજય થયો છે. ત્રીજા ક્રમાંકિત ખેલાડી વાવરિન્કાએ ફાઇનલમાં વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને હરાવી યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ પર કબજો જમાવ્યો હતો. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા વાવરિન્કાએ જોકોવિચને 6-4,7-5,6-3થી હાર આપી હતી. નોંધનીય છે કે વાવરિન્કાએ પ્રથમવાર યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યું છે. આ તેના કરિયરનું ત્રીજુ ગ્રાન્ડસ્લેમ છે. આ અગાઉ વાવરિન્કાએ જાપાનના કેઇ નિશિકોરીને હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.