આ 'ભારતીય'એ કરી સ્ટીવ ઓકીફની મદદ અને હારી ગઈ ટીમ ઇન્ડિયા!
2015માં ઓસ્ટ્રેલિયા એ સીરીઝથી ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે જોડાયેલ શ્રીરામ વર્લ્ટ ટી20 દરમિયાન પણ ટીમની સાથે હતા. હવે શ્રીલંકાની વિરૂદ્ધ 0-3થી હારનો સામનો કર્યા બાદ એક વખત ફરી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત પ્રવાસ પર શ્રીરામી સેવાઓ લેવાનો નિર્ણય કર્યો છે.
સ્ટીવ ઓકીફ ઉપરાંત કેપ્ટન સ્મિથે પણ મેચમાં જીત બાદ શ્રીરામના વખાણ કરતાં કહ્યું કે, મને ખબર છે કે શ્રીરામએ ઓકીફ પર ઘણું કામ કર્યું છે કારણ કે તે ઓસ્ટ્રેલિયાથી બિલકુલ અલગ જોવા મળે છે અને અલગ બોલિંગ પણ કરી રહ્યા છે.
શ્રીરામે બીજા દિવસે મેચની વચ્ચે પણ સ્ટીવની મદદ કરી, જ્યારે સ્ટીવને વિકેટ મળથી ન હતી ત્યારે શ્રીરામે તેને વિકેટ મેળવવા માટે કેટલાક નવા મંત્ર આપ્યા.
એટલું જ નહીં સ્ટીવે શ્રીરામને ખૂબ પ્રભાવશાળી સ્પિન બોલિંગ કોચ પણ ગણાવ્યા.
મેચમાં સફળતા મેળવનાર સ્ટીવ ઓકીફે શ્રીધનના વખાણ કરતાં કહ્યું કે, મને લાગે છે કે, શ્રીરામની ભૂમિકા સૌથી મહત્ત્વની છે. તે સ્થાનિક ખેલાડી છે માટે પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે અને તે બેટ્સમેન શું વિચારે છે તેના વિશે પણ સારી રીતે જાણે છે.
જી હાંત ઓસ્ટ્રેલિયાની ટીમના બોલિંગ સલાહકાર શ્રીધનર શ્રીરામ, આ એ જ શ્રીરામ છે જે ભારત માટે ક્રિકેટ રમ્યા છે.
પરંતુ સ્ટીવની આ શાનદાર બોલીંગની પાછળ ખરેખર કારણ એવી વ્યક્તિ છે જે ભારતીય પરિસ્થિતિઓને સારી રીતે ઓળખે છે.
સ્ટીવ ઓકીફની રેકોર્ડ બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 13 વર્ષ બાદ ઘર આંગણે હરાવી. સ્ટીવ ઓકીફે મેચમાં 12 વિકેટ ઝડપી જેને ભારતની કમર તોડી નાંખી અને મેચ બચાવવાના ભારતનું સપનું રોળાઈ ગયું.