સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બોલ ટેમ્પરિંગ કરતો હતો ને કેમેરામાં ઝડપાયો, કેપ્ટન સ્મિથે શું કર્યો ખુલાસો ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્મિથને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો જેના પર સ્મિથે કહ્યું કે, ટીમના ખેલાડીએ એવો પ્રયત્ન કર્યો હતો જેનાથી ટીમને ફાયદો થઇ શકે. માનવામાં આવી રહ્યું છે કે આઇસીસી ખેલાડીઓ પર કડક કાર્યવાહી કરી શકે છે. બોલ ટેમ્પરિંગ મામલે ખેલાડી પર એક ટેસ્ટનો પ્રતિબંધ અને મેચ ફીની 100 ટકા રકમનો દંડ ફટકારી શકાય છે.
પોતાના પર લાગેલા બોલ ટેમ્પરિંગના આરોપો પર બેનક્રોફ્ટે કહ્યું હતું કે, તે ખોટા સમયે ખોટી જગ્યા પર હાજર હતો. તેને આમ કરવા પાછળ કોઇએ પણ દબાણ કર્યું નહોતું. વીડિયોમાં જોઇ શકાય છે કે બેનક્રોફ્ટ એક પીળા રંગની ટેપમાં કાંકરા એકઠા કરી બોલને વારંવાર ઘસી રહ્યો હતો. આ ટેપ તે પોતાના જેબમાં સંતાડીને લઇને આવ્યો હતો.
સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગ કરવા મામલે કેપ્ટન સ્મિથ પર આજીવન પ્રતિબંધ મુકાઇ શકે છે. આ મામલે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરૂન બૈનક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કેપ્ટન સ્મિથે કબૂલ્યું હતું કે, બોલ ટેમ્પરિંગ કરવાની યોજનામાં ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓ પણ સામેલ હતા. જોકે ટીમના કોચ આ અંગે અજાણ હતા. બીજી તરફ કેમરૂન પર લાગેલા આરોપોનો તેણે સ્વીકાર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે કહ્યું હતું કે, બોલ ટેમ્પરિંગ કરવા માટે તેમણે ટીમના ઓપનિંગ બેટ્સમેન કેમરૂન બૈન ક્રોફ્ટની પસંદગી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી તેના ખરાબ પ્રદર્શનને લઇને ટીમમાં ચર્ચાઓ ચાલી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -