ઇંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટન મેદાન પર સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીની 118મી ઇનિંગ્સમાં 24 સેન્ચુરી પૂરી કરી છે. કોહલીએ આટલી જ સેન્ચુરી માટે 123 ટેસ્ટ ઇનિંગ રમી હતી. આ મામલે ટોચ પર ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન છે. તેમણે માત્ર 66 ઇનિંગ્સમાં 24 સેન્ચુરી ફટકારી હતી. આ યાદીમાં સ્મિથ કોહલી બાદ સચિન તેંડુલકર (125 ઇનિંગ), સુનીલ ગાવસ્કર (128 ઇનિંગ) અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન (132 ઇનિંગ)નો નંબર આવે છે.
સ્મિથે નવમી વિકેટ માટે પીટર સિડલની સાથે 88 રનોની ભાગીદારી કરી. જ્યારે અંતિમ વિકેટ માટે નાથન લાયનની સાથે 74 રન જોડ્યા. આ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્મિથની 9મી સેન્ચુરી હતી. આ મામલામાં તે સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર આવી ગયા છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધારે ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ બ્રેડમેન (19)ના નામે છે. વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ગૈરી સોબર્સે (10) અને સ્ટીવ વૉ (10)ના બીજા સ્થાન પર છે.