સ્ટીવ સ્મિથે 51 મી ઓવરમાં સિંગલ લઈને ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ગ્રેગ ચેપલના 7110 રનને પાછળ છોડી દીધા અને તે ઓસ્ટ્રેલિયા માટે ઓલ ટાઈમ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં 10 માં નંબર પર પહોંચી ગયો છે. સ્ટીવ સ્મિથ વર્લ્ડ રેન્કિંગમાં વિરાટ કોહલી બાદ બીજા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયા માટે ઓલ ટાઈમ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રિકી પોન્ટિંગ 168 ટેસ્ટ મેચમાં13378 રન સાથે ટોપ પર છે. ઓવરઓલ વર્લ્ડ ક્રિકેટમાં ભારતના સચિન તેંડુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે.