બૉલ ટેમ્પરિંગ મામલે સ્મિથે આપ્યુ મોટુ નિવેદન, કહ્યું- આ બે લોકોએ દબાણ કરીને કરાવ્યુ હતું આ કામ
જોકે, બૉલ ટેમ્પરિંગ બાદ મુખ્ય કાર્યકરી પદ પરથી સદરલેન્ડે રાજીનામુ આપી દીધુ હતુ, જ્યારે ટીમ પ્રદર્શન સાથે જોડાયેલા અધિકારી હોવાર્ડેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ફૉક્સ ક્રિકેટમાં યજમાન એડમ ગિલક્રિસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં બૉલ ટેમ્પરિંગ મામલે મોટો ખુલાસો કર્યો, સ્મિથે કહ્યું કે, મને યાદ છે કે અમે હોબાર્ટમાં સાઉથ આફ્રિકા (નવેમ્બર 2016) સામે હારી ગયા હતા, અને આ ટેસ્ટ ક્રિકેટમાં અમારી સતત પાંચમી હાર હતી. આ પહેલા અમે શ્રીલંકા સામે પણે ત્રણ ટેસ્ટ હાર્યા હતા.
હાર બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જેમ્સ સદરલેન્ડ અને પેટ હોવાર્ડ રૂમમાં આવ્યા અને તેમને કહ્યું કે, અમે તમને રમવાના રૂપિયા નથી આપતા, અમે તમને જીતવાના રૂપિયા આપીએ છીએ. આ રીતે બન્ને જણાએ મારી ઉપર દબાણ ઉભુ કર્યુ, જેના કારણે બૉલ ટેમ્પરિંગ જેવી ઘટના ઘટી હતી.
નવી દિલ્હીઃ બૉલ ટેમ્પરિંગના આઠ મહિના બાદ કાંડમાં સંડોવાયેલા અને હાલમાં સજા ભોગવી રહેલા સ્ટીવ સ્મિથે મોટુ રાજ ખોલ્યુ છે. સ્મિથે બૉલ સાથે છેડા કરવા મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે, સ્મિથના મતે તેઓએ જીત માટે દબાણ ઉભુ કર્યુ હતુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -