ડોન બ્રેડમેનની એવરેજને બાદ કરતાં કોહલી તમામ રેકોર્ડ તોડી નાંખશે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી
બ્રેડમેનના નામે ટેસ્ટમાં સર્વાધિક સરેરાશનો રેકોર્ડ છે. બ્રેડમેને 52 ટેસ્ટમાં 99.94ની સરેરાશથી 6996 રન બનાવ્યા છે. જેમાં 29 સદી અને 12 બેવડી સદી છે. જ્યારે કોહલી 73 મેચમાં 54.58ની સરેરાશથી 6331 રન બનાવી ચુક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. અનેક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો તેના પ્રશંસકો બની ગયા છે, જેમાં હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉનો સમાવેશ થયો છે. તેણે કહ્યું કે ડોન બ્રેડમેનની ટેસ્ટ કરિયરની એવરેજ 99.99ને બાદ કરતાં વિરાટ કોહલી તમામ રેકોર્ડ તોડી શકે છે.
વોએ કહ્યું, કોહલી વિશ્વના અનેક દિગ્ગજ બેટ્સમેનોને પાછળ રાખશે. પરંતુ બ્રેડમેનની સરેરાશનો રેકોર્ડ નહીં તોડી શકે. કોહલીમાં ક્રિકેટને લઈ એક ઝનુન છે. રમતમાં તેના શાનદાર પ્રદર્શનનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.
વૉએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વિરાટ કોહલીમાં એક પેશન છે. તેનામાં રનની ભૂખ છે. કોહલીની ફિટનેસ અદભૂત છે. તે સેટ થયા ગયા બાદ ખૂબ સરળતાથી વિકેટની ભેટ આપતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -