ભારતના આ સ્ટાર બોલરની પત્ની સાથે થઈ લાખો રૂપિયા છેતરપિંડી, જાણો વિગતે
ચેતનાનો આરોપ છે કે, પાન કાર્ડની ડિટેલનો ખોટો ઉપયોગ કરાયો છે. વધીશ્વર અને મુંબઈ સ્થિત દુકાનના કર્મીઓએ આશરે 32.96 લાખ રૂપિયાની ઘડિયાળ ખરીદી હતી. કુંબલેની પત્નીના ITR ફોર્મ 26ASમાં જણાવવામાં આવ્યું છે કે, ચેતનાએ 32.96 લાખની કિંમતની 2 ઘડિયાળ ખરીદી હતી. આવામાં તેના ઑડિટર્સે તેને પોલીસમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુંબલેની પત્નીએ ફરિયાદ કરી છે કે, તે બેંગલુરુના યૂબી સિટી મોલમાં લક્ઝરી ઘડિયાળ ખરીદવા માટે ગઈ હતી. ચેતનાએ મુંબઈની દુકાનમાં એક ઘડિયાળ પસંદ કરી હતી, જે તેણે બેંગલુરુ મંગાવવા માટે કહ્યું હતું પણ તે દુકાનમાં ઘડિયાળ નહોતી. ચેતનાને બાદમાં આ ઘડિયાળ મંગાવી આપવાનું કહેવાયું. બેંગલુરુની તે જ દુકાનમાં કામ કરનારા સત્યા વધીશ્વરણે ચેતના પાસે પાન કાર્ડની ડિટેલ માગી અને આઠ લાખ રૂપિયાનો એક ચેક લઈ લીધો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્પિનર અનિલ કુંબરેની પત્ની સાથે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. કુંબલેની પત્ની ચેતનાને તેની જાણકારી તેના આવકવેરા રિટર્ન દ્વારા મળી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે 32.96 લાખ રૂપિયાની બે ઘડિયાળ ખરીદી છે.
ચેતના કુંબલેએ આરોપ લગાવ્યો છે કે, તેના PAN કાર્ડનો ખોટો ઉપયોગ કરી મુંબઈની એક કંપનીએ 32 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. ચેતનાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છ અને આરોપીને પકડવાની માગણી કરી છે. જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ પૂર્વ કેપ્ટન-વિકેટકીપર અને અંડર-19 ટીમના કોચ રાહુલ દ્રવિડ સાથે પણ ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -