Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ડિવિલિયર્સની નિવૃત્તીથી દુઃખી છે CSKનો આ સાથી ખેલાડી, કરી ઇમોશનલ પોસ્ટ
એબી ડિવિલિયર્સની ગણના ક્રિકેટ જગતના સૌથી વિસ્ફોટક બેટ્સમેનો સાથે થાય છે. તે પોતાની બેટિંગ માટે જાણીતો છે. જણાવી દઈએ કે હાલની આઈપીએલ સિઝનમાં ડિવિલિયર્સે 6 અડધી સદી સાથે 480 રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ડિવિલિયર્સે બુધવારે અચાનક નિવૃત્તીની જાહેરાત કરી હતી. તેણે વીડિયો પોસ્ટ કરતાં કહ્યું હતું કે, હવે સમય આવી ચૂક્યો છે કે મારે ક્રિકેટને ગુડબાય કહી દેવું જોઈએ. આ અંતિમ પળો છે. હવે આગળ ઓવરસીઝમાં રમવાનો મારો કોઈ પ્લાન નથી. જોકે આ દિગ્ગજ ખેલાડીએ સ્પષ્ટ કરી દીધું કે તે હજું પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમતો જોવા મળશે.
પ્લેસિસ અને ડિવિલિયર્સ ક્લાસમેટ હતા. પ્રિટોરિયાની એક પબ્લિક સ્કૂલમાં બંને સાથે ભણતા હતા. પ્લેસિસ અને ડિવિલિયર્સએ ઘણીવાર પોતાની ટીમને મેચ વિનિંગ ઈનિંગ રમીને જીતાડી છે. હવે જ્યારે એબી ક્રિકેટથી દૂર જઈ રહ્યો છે, તો સૌથી વધારે દુખી પ્લેસિસ થયો છે. આ બન્ને વર્ષો જૂના મિત્ર છે.
સાઉથ આફ્રિકાનો હાલનો કેપ્ટન પ્લેસિસએ ઈન્સ્ટાગ્રામ પર ડિવિલિયર્સ સાથે ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું, તારી સાથે રમવાનું મને ખૂબ યાદ આવશે. ક્રિકેટના મેદાન પર આપણી વચ્ચે ઘણી યાદગાર પાર્ટનરશીપ થઈ.આ જાણીને ખૂબ દુખી છું કે આપણે ગ્રીન અને ગોલ્ડ જર્સીમાં સાથે નહીં રમી શકીએ. તારી ખૂબ યાદ આવશે.
નવી દિલ્હીઃ ક્રિકેટ ફેન્સ માટે 23 મે 2018ની તારીખ એક એવો ઝટકો લઈને આવી જેના વિશે કોઈએ વિચાર્યું ન હતું. દક્ષિણ આફ્રીકાના સ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી દીધી. એબીના નિવૃત્તીના સમાચાર સાંભળીને સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું. એબીનો આ નિર્ણય ફેન્સથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓને પણ ઝટકો આપી ગયો. એબીનો સાથી ખેલાડી અને જૂનો મિત્ર ફાફ ડુ પ્લેસિસએ ડિવિલિયર્સના રિટાયરમેન્ટ પર ઈમોશનલ પોસ્ટ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -