વિરાટ કોહલી કાઉન્ટીમાં નહીં રમે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ પ્રશ્નાર્થ, જાણો શું છે કારણ
ટીમ ઇન્ડિયાના રન મશીન વિરાટ કોહલીનું આ રીતે ઇજાગ્રસ્ત હોવું એ જણાવે છે કે સતત ક્રિકેટ રમવાથી વિરાટ જેવા એથલીટને પણ ભારે પડી શકે છે. હવે જોવાનું રહેશે કે શું તે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ થશે કે નહીં.
બીસીસીઆઈએ પણ આ વાતને કન્ફર્મ કરી છે અને હવે 15 જૂનના રોજ કોહલીનો ફિટન્સ ટેસ્ટ થશે. આ મામલે હવે બીસીસીઆઈની મેડિકલ ટીમની સલાહ બાદ જ કોહલી આગળનો કોઈ નિર્ણય કરશે. આઈપીએલ બાદ કોહલી કાઉન્ટી રમવાનો હતો. ત્યાર બાદ આયરલેન્ડનો પ્રવાસ અને બાદમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર જવાનો હતો.
અહેવાલ અનુસાર વિરાટે મુંબઈના ખાર વિસ્તારમાં એક જાણીતા ડોક્ટર પાસે ચેક કરાવ્યું છે. બુધવારે કોહલીએ ડોક્ટરની મુલાકાત લીધી હતી અને તેના રીપોર્ટ્સ જોઈને વિરાટને કહેવામાં આવ્યું કે, તેના સ્પાઈનલ નર્વ્સમાં નુકસાન થયું છે અને એ વાતની પણ શક્યતા છે કે તે ઇંગ્લન્ડ પ્રવાસ મિસ કરવો પડશે. જોકે ડોક્ટર્સે એ વાતનો વિશ્વાસ અપાવ્યો કે કોહલીને ઓપરેશન કરવાની જરૂરત નથી. અહેવાલ અનુસાર વિરાટ કોહલીએ કાઉન્ટી ટીમ સરેને એ વાતની જાણકારી આપી દીદી છે કે તે હવે સરે માટે રમવા નહીં આવે.
નવી દિલ્હીઃ હાલમાં જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના અફઘાનિસ્તાન ટેસ્ટ ચોડીને કાઉન્ટી ક્રિકેટ રમવાને લઈને ખૂબ ચર્ચા થઈ હતી. હવે અહેવાલ મળી રહ્યા છે કે વિરાટ કાઉન્ટી ક્રિકેટ નહીં રમે. પરંતુ તેનું કારણ તેનાથી પણ વધારે નિરાશાજનક છે. મુંબઈ નિરરના અહેવાલ અનુસાર વિરાટ કોહલી સ્લિપ ડિસ્કથી પરેશાન છે અને તેના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ અનુસાર ડોક્ટર્સે તેને કાઉન્ટી ક્રિકેટમાં ન રમવાની સલાહ આપી છે. એટલું જ નહીં અહેવાલ અનુસાર આ સમસ્યા એટલી વધારે છે કે ટીમ ઇન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ વિરાટ કોહલીનું રમવું મુશ્કેલ લાગે છે.