જોકે કોલકાતમાં રમાયેલ ઐતિહાસિક ડે નાઇટ ટેસ્ટમાં ભારતની બાંગ્લાદેશ સામે જીત બાદ સુનીલ ગાવસકરે કહ્યું કે, આ મેચ ખૂબ જ શાનદાર રહી.
કોલકાતા ડે નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 46 રનથી હાર આપી હતી. સાથે જ ભારતે ટેસ્ટ સીરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. વિરાટની કેપ્ટનશિપમાં ભારતની આ સાતમી જીત છે.
પિંક બોલ ટેસ્ટમાં જીત બાદ વિરાટે પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના વખાણ કર્યા હતા અને તેનાં જમાનાને યાદ કર્યા હતા. વિરાટે કહ્યું કે, દાદાએ જેની શરૂઆત કરી હતી, તેને અમે આગળ લઈ જઈ રહ્યા છીએ. વિરાટનાં આ નિવેદન પર સુનીલ ગાવસ્કર નરાાજ થયા હતા.
ગાવસકરે કહ્યું કે, વિરાટ કદાચ ભૂલી ગયો છે કે, ગાંગુલીની ટીમ પહેલાં પણ ભારતીય ટીમ ક્રિકેટ રમતી હતી અને તેણે સિત્તેર અને 80નાં દાયકામાં વિદેશી અને ઘરેલું જમીન પર અનેક જીત મેળવી છે. એટલે કે લોકો એમ માની રહ્યા છે કે અમારા દેશની ટીમ 90ના દશકમાં ક્રિકેટ રમવાનું અને જીતવાનું શરૂ કર્યું છે તો તે ખોટું છે. 1970થી લઈને 1988 સુધી ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતાં અનેક ઐતિહાસિક જીત હાંસલ કરી છે.
એટલું જ નહીં, આગળ તેઓએ કહ્યું કે વિરાટ ભલે ત્યારે જન્મ્યો પણ નહીં હોય, પણ તમે એ સમયનાં રેકોર્ડ પર નજર નાખશો તો તમે જાણશો કે તે સમયે પણ ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ શ્રેષ્ઠ હતો. એ વાત અલગ છે કે તે સમયે મર્યાદિત ક્રિકેટ મેચ રમાતી હતી અને વન ડે ક્રિકેટ પણ વધારે હતી નહી. પણ તેનો એ મતલબ નથી કે ભારતીય ટીમ 90નાં દાયકામાં જ જીતવાનું શરૂ કર્યું હતું.