હૈદરાબાદ: સનરાઈજર્સ હૈદરાબાદે પંજાબને જીત માટે 133 રનનો ટાર્ગેટ આપ્યો છે. 20 ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર 6 વિકેટે 132 રન થયો હતો. હૈદરાબાદ તરફથી એકમાત્ર મનિષ પાંડેએ 51 બોલમાં 54 રન ફટકાર્યા હતા. જ્યારે શાકિબ 28 અને યુસુફ 21 રન બનાવ્યા હતા. શાકિબ અલ હસન અને મનિષ પાંડેએ બાજી સંભાળતા ચોથી વિકેટની અણનમ ભાગીદારીમાં 8 ઓવરમાં 48 રન જોડ્યા હતા. અંકિત રાજપૂતે તેની ટી20 કરિયરમાં પ્રથમ વખત ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.
પંજાબના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ અને ક્રિસ ગેઈલની જોડીએ KXIPની સફળતામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. રાહુલે અત્યાર સુધી છ મેચોમાં 236 રન બનાવ્યા છે તો બીજી તરફ ગેઈલે માત્ર 3 મેચ રમીને 229 રન ફટકાર્યા છે.