નવી દિલ્હી:  ટીમ ઈન્ડિયાનો પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના એકવાર ફરી ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સુરેશ રૈના ઉત્તર પ્રદેશની ટીમ તરફથી રમતો નજર આવશે. સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારને પણ યૂપીની ટીમમાં સામેલ કરાયો છે. આ ટૂર્નામેન્ટમાં બન્ને ખેલાડી પ્રીયમ ગર્ગની આગેવાનીમાં રમતા નજર આવશે.


રૈનાએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી. તે આઈપીએલમાં પણ નહોતો રમ્યો. જો કે, રૈના આઈપીએલ રમવાનું ચાલુ રાખશે. ભુવનેશ્વર પણ આઈપીએલ રમ્યો હતો પરંતુ ચાર મેચ રમ્યા બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

પ્રીયમ ભારતની તે અંડર-19 ટીમનો હિસ્સો હતો જેણે વર્લ્ડકપની ફાઈનલમા જગ્યા બનાવી હતી. પ્રિયમ ગર્ગ આ વર્ષે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ડેબ્યૂ નથી. જો કે, તે સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. 14 મેચમાં તેણએ 133 રન બનાવ્યા હતા.

ટીમ : પ્રીયમ ગર્ગ(કેપ્ટન), કર્ણ શર્મા(ઉપ-કેપ્ટન), સુરૈશ રૈના, રિંકુ સિંહ, માધવ કૌશિક, સમર્થ સિંહ, શુભમ ચૌબે, ઘ્રુવ જોરેલ (વિકેટકીપર), આર્યન જુયલ(વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, અંકિત રાજપૂત, મોહસીન ખાન, શિવમ માવી, શિવા સિંહ, શાનુ સૈની