તમિલનાડુએ સેમીફાઈનલમાં સાત વિકેટથી જીત મેળવી હતી. તમિલનાડુ તરફથી સૌથી વધુ રન અરુણ કાર્તિકે બનાવ્યા હતા. તેણે અણનમ 89 રન બનાવ્યા હતા.
આ મેચ પહેલા પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે 154 રન બનાવ્યા હતા. તમિલનાડુની ટીમે ટાર્ગેટને 18.4 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. આજે જ બીજી સેમીફાઈનલ મેચ પંજાબ અને વડોદરા વચ્ચે રમાઈ રહી છે. જેમાંથી જે ટીમ જીતશે તે ફાઈનલમાં તમિલનાડુ સાથે ટકરાશે.