T20 Cricket: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઇકાલે બીજી ટી20 સીરીઝ રમાઇ આ મેચમાં ભારતે શાનદાર રીતે જીત મેળવી અને ત્રણ મેચોની સીરીઝમાં 2-0થી લીડ બનાવી લીધી. આ મેચમાં ખાસ જલવો રહ્યો ભારતીય ફાસ્ટ બૉલર અને ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલનો. હર્ષલ પટેલને તેની ધારદાર બૉલિંગના કારણે મેચમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યુ. હર્ષલ પટેલનુ ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ ખરેખર શાનદાર રહ્યું. પરંતુ તમે નહીં જાણતા હોવ, કે હર્ષલ પટેલ એકમાત્ર એવો ખેલાડી નથી તેને ડેબ્યૂ મેચમાં 'મેન ઓફ ધ મેચ' જાહેર કરાયો હોય આ લિસ્ટમાં ઘણા બધા નામ છે. આ લિસ્ટમાં એક નામ ગુજરાતી ક્રિકેટરનુ પણ છે. 


પોતાની ડેબ્યૂ મેચમાં 'મેન ઓફ ધ મેચ' નો એવોર્ડ જીતનારો હર્ષલ પટેલ બીજા નંબરનો ગુજરાતી ક્રિકેટર બની ગયો છે, આ પહેલા પોતાની ડેબ્યૂ મેચમાં અક્ષર પટેલ પણ 'મેન ઓફ ધ મેચ' જાહેર થયો હતો. 




અક્ષર પટેલે પણ કર્યો હતો કમાલ-
વર્ષ 2015ની મેચમાં અક્ષર કમાલ બતાવ્યો હતો. અક્ષરને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, દ્વીપક્ષીય ટી20 સીરીઝની પહેલી મેચમાં જ્યારે અક્ષર પટેલને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો, તો તેને પોતાની ધારદાર બૉલિંગથી કમાલ કરી બતાવ્યો, તેને ઝિબ્માબ્વે સામે 4 ઓવર ફેંકી અને માત્ર 17 રન આપીને 3 વિકેટો ઝડપી લીધી હતી. એટલે આ કારનામુ કરનારો અક્ષર પટેલ પ્રથમ ગુજરાતી ક્રિકેટર છે, અને હવે હર્ષલ પટેલનુ નામ પણ આ લિસ્ટમાં જોડાઇ ગયુ છે. 


હર્ષલ પટેલ બન્યો 'મેન ઓફ ધ મેચ'-
હર્ષલે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં ખતરનાક બૉલિંગ સ્પેલ કર્યો, તેને 4 ઓવર ફેંકીને માત્ર 25 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. હર્ષલે ડેરિલ મિશેલ 31 રને અને ગ્લેન ફિલિપ્સને 34 રનના અંગત સ્કૉર પર પેવેલિયન મોકલ્યા હતા. આ રીતે ટીમ ઇન્ડિયાને મહત્વની વિકેટો અપાવી કીવી ટીમને વધુ મોટો સ્કૉર કરતા રોકી હતી.