આ બોલિવૂડ એક્ટરને થયું બ્રેઈન કેન્સર! હોસ્પિટલમાં દાખલ
ઈરફાનને ગ્લિઓબ્લાસ્ટોમા મલ્ટીફોર્મ (જીબીએમ) ગ્રેડ-4 કેન્સર થયું હોવાનું નિદાન થયું છે, જેને ‘ડેથ ઓન ડાયગ્નોસિસ’ માનવામાં આવે છે. અહેવાલો મુજબ ઈરફાનને બોલવામાં તકલીફ થવા સાથે આંચકી આવતા તેને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. એક અહેવાલ મુજબ આ બીમારીનું નિદાન થયા બાદ મૃત્યુ નિશ્ચિત મનાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનને બ્રેન ટ્યૂમરને કારણે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે કોઈ ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. પરંતુ હવે સામે આવ્યું છે કે તેને બ્રેન ટ્યૂમર જેવી જીવલેણ બીમારી છે.
ઇરફાને લખ્યું કે, ક્યારેય તમે જાગો ત્યારે તમને જાણવા મળે કે તમારું જીવન સંપૂર્ણ રીતે હલી ગયું છે. વિતેલા 15 દિવસમાં મારું જીવન અનિશ્ચિતતાની કહાની બની ગયું છે. મને તેના વિશે અંદાજ પણ ન હતો કે દુર્લભ કહાનીઓની શોધ કરતાં કરતાં મને એક દુર્લભ બીમારી મળી જશે. જોકે મે આશા નથી છોડી અને હંમેશા પોતાની પસંદની લડાઈ લડી અને આગળ પણ લડતો રહીશ.
ગઇકાલે ખુદ ઇરફાન ખાને ટ્વિટ કરીને ગંભીર બિમારી હોવાની જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, તે કોઈ ગંભીર બીમારીથી પિડાય છે પરંતુ તેનો તપાસ રીપોર્ટ સામે ન આવે ત્યાં સુધી તે આ મામલે કંઈપણ શેર નહીં કરે. 51 વર્ષીય અભિનેતાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તે અને તેના પરિવાર માટે આ બીમારીના સમાચાર ખૂબ જ વિચલિત કરનારા છે. સાથે જ તેણે પોતાના પ્રશંસકોને અપીલ કરી કે તે તેના સ્વાસ્થ્ય વિશે કોઈપણ પ્રકારની અટકળો ન લગાડે.
ઇરફાને આગળ લખ્યું કે મારા પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે અને અમે બધા હાલમાં આ બીમારીમાંથી બહાર નીકળવાના સારા રસ્તા શોધી રહ્યા છીએ. આ પ્રયત્ન દરમિયાન કૃપા કરીને કોઈ અટકળો ન લગાવવી કારણ કે એક સપ્તાહ-દસ દિવસની અંદર હું ખુદ જ તમારી સાથે મારી કહાની શેર કરીશ. ત્યાં સુધી મારા માટે પાર્થાન કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -