સ્કૉટલેન્ડના ધાકડ બેટ્સમેન જ્યોર્જ મુનસેએ ટી20 ક્રિકેટમાં 56 બૉલમાં આક્રમક બેટિંગ કરીને સદી ફટકારતા 127 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેને અનેક પ્રકારના કિર્તિમાન પોતાના નામે કરી લીધા, ટી20 ક્રિકેટમાં તેને 200 રનોની ભાગીદારી સાથે ટીમનો સ્કૉર 252/3 સુધી પહોંચાડી દીધો હતો.
નેધરલેન્ડ સામે બેટિંગ કરતાં સ્કૉટેલેન્ડના ઓપનર બેટ્સમેન જ્યોર્જ મુનસેએ 41 બૉલમાં પોતાની સદી પુરી કરી, તેમાં તેને 5 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા.
આ ઇનિંગની સાથે જ જ્યોર્જ મુનસે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઇનિંગમાં 14 છગ્ગા મારવા વાળો બીજા નંબરને બેટ્સમેન બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, આઇસીસી વર્લ્ડકપ ક્વૉલિફાયરની શરૂઆત નવેમ્બરમાં થશે, જ્યારે સ્કૉટલેન્ડ, આયરલેન્ડ અને નેધરલેન્ડ આગામી સપ્તાહે ત્રિકોણીય સીરીઝ રમશે.