Corona Vaccine US: વિશ્વમાં કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે અમેરિકા પ્રભાવિત છે. પરંતુ હવે અહીં સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમેરિકામાં બાળકોની રસીને લઈ મોટા સમાચાર આવ્યા છે. અમેરિકામાં 8 નવેમ્બરથી બાળકોને ફાઇઝરની વેક્સિન મળશે. પરંતુ તેને લઈ રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે, અમારા માટે એક ટર્નિંગ પોઇન્ટ છે.
એએફપીના સેંટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનો ઉલ્લેખ કરી કહ્યું, અમેરિકા 5 થી 11 વર્ષના બાળકો માટે કોવિડ-19ની શરૂઆત કરી શકે છે. સીડીસીના સલાહકારોની સર્વસંમતિથી આ પગલાનું સમર્થન કર્યાના થોડા કલાક બાદ જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં બાઇડેને કહ્યું, આજે અમે કોવિડ-19 સામેની લડાઈમાં મહત્વપૂર્ણ મોડ પર પહોંચી ગયા છીએ. દેશ માટે મોટું પગલું છે.
બાઇડેને કહ્યું, મહિનાઓથી બાળોકની રસી માટે રાહ જોઈ રહેલા માતા-પિતાનો ઈંતજાર ખતમ થઈ ગયો છે. અમેરિકાના આ ફેંસલો બાળકોથી વાયરસ ફેલાવાની શક્યતાને ઘટાડશે. જે વાયરસને હરાવવા માટે લડાઈમાં દેશનું મોટું પગલું છે.
અમેરિકાની એફડીએ દ્વારા શુક્રવારે 5 થી 11 વર્ષના બાળકો માટે રસીના ઈમરજન્સી વપરાશને મંજૂરી આપી હતી. એફડીએ દ્વારા નાના બાળકો માટે 10 માઇક્રોગ્રામ ડોઝ મંજૂર કરવામાં આવ્યો છે. 12 વર્ષ અને તેની ઉંમરના બાળકોને 30 માઇક્રોગ્રામનો ડોઝ અપાશે.