નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ગઇકાલે પાકિસ્તાન અને સ્કૉટલેન્ડ વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં સ્કૉટલેન્ડની હાર થઇ પરંતુ મેચ બાદ જે ઘટના સામે આવી તેને બધાનુ દિલ જીતી લીધુ. પાકિસ્તાની ટીમે સ્કૉટલેન્ડની જબરદસ્ત રીતે મહેમાનગતિ કરી હતી. ખરેખરમાં, ઘટના એવી છે કે પાકિસ્તાની ક્રિકેટર હેરિસ રાઉફનો બર્થડે હતો, અને આ બર્થડે પાર્ટીમાં સ્કૉટલેન્ડની ટીમ પાકિસ્તાનની સાથે પાર્ટી મનાવવા પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં પહોંચી હતી. જુઓ વીડિયો....... 


પાકિસ્તાની ક્રિકેટર હૈરિસ રાઉફે પોતાનો 28મો જન્મદિવસ ટીમના ડ્રેસિંગ રૂમમાં ટીમના સભ્યો વચ્ચે ઉજવ્યો હતો. આ પાર્ટીમાં હારવા છતાં સ્કૉટલેન્ડની આખી ટીમ પહોંચી હતી. કમાલની વાત એ છે કે, પાકિસ્તાની ટીમે જબરદસ્ત રીતે સ્કૉટલેન્ડની મહેમાનગતિ કરી હતી. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે હેરિસ રાઉફે પોતાના બર્થડે કેક કાપી અને કેકની પહેલી બાઇટ સ્કૉટલેન્ડ ટીમના સભ્યને ખવડાવી હતી, આ પછી તેને પોતાના સાથીઓને કેકનો સ્વાદ ચખાડ્યો હતો. પછી કેકથી રાઉફની સાથે મસ્તી પણ કરવામાં આવી હતી.  






પાકિસ્તાની ખેલાડીઓએ આ પહેલા પણ જીતી લીધુ હતુ લોકોનુ દિલ- 


આ અગાઉની મેચમાં પાકિસ્તાન અને નામિબિયા વચ્ચેની મેચ રમાઇ હતી, જેમાં નામિબિયાની હાર થઇ અને પાકિસ્તાનની જીત થઇ હતી, પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનની ટીમે નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને તેમના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં ગયા અને તેની રમત માટે તેમને અભિનંદન આપતા જોવા મળે છે. આ વીડિયોમાં શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ હફીઝ, હસન અલી, ફખર જમાન અને શાદાબ ખાન છે. પાકિસ્તાનની ટીમના ખેલાડીઓએ પ્રથમ નામીબિયન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને અભિનંદન આપ્યાં. આ મેચમાં પાકિસ્તાને નામીબિયાને 45 રનથી હરાવ્યું હતું, પરંતુ ટીમના ખેલાડીઓ જીતવા માટે છેલ્લી ઘડી સુધી લડ્યા હતા. તે ખરેખર બિરદાવવા યોગ્ય છે.