T20 WC 2021, 1st Match : પ્રથમ ટી20 મેચમાં ઓમાનની 10 વિકેટથી શાનદાર જીત

આજથી ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપની શરૂઆત થઇ છે, આજે પ્રથમ ક્વૉલિફાયર મેચ રમાઈ હતી. પ્રથમ ટી20 મેચમાં ઓમાનની 10 વિકેટથી શાનદાર જીત થઈ છે.

gujarati.abplive.com Last Updated: 17 Oct 2021 06:32 PM
ઓમાનની 10 વિકેટથી શાનદાર જીત

પ્રથમ ટી 20 મેચમાં ઓમાનની 10 વિકેટથી શાનદાર જીત થઈ છે.  પાપુઆ ન્યૂ ગિનીએ 129 રન બનાવ્યા હતા. ઓમાનની ટીમે 13.4 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ટાર્ગેટ હાંસિલ કર્યો છે.  

ઓમાનને મળ્યો 130 રનનો ટાર્ગેટ

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાપુઆ ન્યૂ ગિનીએ ઓમાનને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો છે. 20 ઓવરમાં 9 વિકેટે 129 રન બનાવ્યા છે, કેપ્ટન અસ્સાદ વાલાએ શાનદાર રમત બતાવતા 56 રન બનાવ્યા. આ ઉપરાંત ચાર્લ્સ આમિનીએ 37 રનની રમત બતાવી હતી.

પાપુઆ ન્યૂ ગિની 100 રનને પાર

14 ઓવરના અંતે પાપુઆ ન્યૂ ગિનીનો સ્કૉર 102 રને પહોંચ્યો છે. વાલાએ ઓમાન સામે ધારદાર બેટિંગ કરતા 40 બૉલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 54 રન ફટકાર્યા છે. હાલમાં કેપ્ટન અસ્સાદ વાલા 56 અને સેસ બાઉ 4 રન કરીને રમતમાં છે.  (તસવીરઃ ટ્વીટર પરથી)

કેપ્ટન વાલાની આક્રમક ફિફ્ટી

કેપ્ટન અસ્સાદ વાલાની આક્રમક ફિફ્ટી, વાલાએ ઓમાન સામે ધારદાર બેટિંગ કરતા 40 બૉલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 54 રન ફટકાર્યા છે. 13 ઓવરના અંતે પાપુઆ ન્યૂ ગિનીનો સ્કૉર 3 વિકેટે 97 રને પહોચ્યો છે.  હાલમાં કેપ્ટન અસ્સાદ વાલા 54 અને સેસ બાઉ 1 રન કરીને રમતમાં છે.  (તસવીરઃ ટ્વીટર પરથી)

પાપુઆ ન્યૂ ગિનીની આક્રમક બેટિંગ

ઉપરાછાપરી બે વિકેટો ગુમાવ્યા બાદ પાપુઆ ન્યૂ ગિનીના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી છે. 10 ઓવર બાદ 2 વિકેટે 70 રન બનાવી દીધા છે. કેપ્ટન વાલા 32 (30) અને ચાર્લ્સ અમિની 34 (22) રને રમતમાં છે.  (પ્રતિકાત્મક તસવીર)

વાલા-અમિની ક્રિઝ પર

4 ઓવર બાદ પાપુઆ ન્યૂ ગિનીનો સ્કૉર 2 વિકટે 19 રન પહોંચ્યો છે. કેપ્ટન અસ્સાદ વાલા 10  બૉલમાં 9 રન અને ચાર્લ્સ અમિની 6 બૉલમાં 9 રન કરીને રમતમાં છે

પાપુઆ ન્યૂ ગિનીની બીજી વિકેટ પડી

બે ઓવરના અંતે પાપુઆ ન્યૂ ગિનીને બે ઝટકા લાગી ગયા છે. ટોની બાદ લિગા સિઆકા પણ શૂન્ય રને પેવેલિયન ભેગો થયો છે. કલિમુલ્લાહે સિઆકાને શૂન્ય રને આઉટ કર્યો છે. પાપુઆ ન્યૂ ગિની હાલ 2 વિકેટો ગુમાવીને 1 રન કરી શક્યુ છે. કેપ્ટન અસ્સાદ વાલા શૂન્ય અને ચાર્લ્સ અમિની 1 રને ક્રિઝ પર છે.


 

પાપુઆ ન્યૂ ગિનીને પ્રથમ ઝટકો

ગૃપ બીની પ્રથમ ક્વૉલિફાયર મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે શરૂ થઇ ગઇ છે, ટૉસ જીતીને ઓમાને પાપુઆ ન્યૂ ગિનીને પ્રથમ બેટિંગ માટે આમત્રણ આપ્યુ છે, પરંતુ પાપુઆ ન્યૂ ગિનીની શરૂઆત ખરાબ રહી. પ્રથમ ઓવરમાં જ ઓમાનના બૉલર બિલાલ ખાને પાપુઆ ન્યૂ ગિનીના ટોની ઉરાને શૂન્ય રને બૉલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો. હાલ. 1 ઓવરના અંતે પાપુઆ ન્યૂ ગિનીનો સ્કૉર 1 વિકેટે શૂન્ય રન છે. અસ્સાદ વાલા અને સિમોન અટાઇ બન્ને શૂન્ય રને ક્રિઝ પર છે.

પાપુઆ ન્યૂ ગિનીની પ્લેઇંગ ઇલેવન -

ટોની ઉરા, અસ્સાદ વાલા (કેપ્ટન), લેગા સિઆકા, ચાર્લ્સ અમિની, સેસે બાઉ, કિપ્લીન દોરીગા (વિકેટકીપર), નોર્મન વાનુઆ, ચાડ સોપાર, જેસન કિલા, ડેમિયન રેવુ, નોસાઇના, પોકાના, કાબુઆ મોરીઆ, હીરી હીરી, ગૌડી ટોકા, સિમોન અટાઇ

ઓમાનની પ્લેઇંગ ઇલેવન- 

જેતીન્દર સિંઘ, ખુર્રમ નવાઝ, અકીબ લ્યાસ, જીશાન મકસૂદ (કેપ્ટન), અયાન ખાન, નીશામ ખુશી (વિકેટકીપર), સંદીપ ગૌડ, મોહમ્મદ નદીમ, ફય્યાઝ બટ્ટ, ખલીમુલ્લાહ, બિલાલ ખાન, ખાવર અલી, સુરજ કુમાર, નેસ્ટૉર ધમબા, સુફિયાન મેહમૂદ

ઓમાને ટૉસ જીત્યો, પાપુઆ ન્યૂ ગિનીની બેટિંગ

ઓમાનની ટીમે ટૉસ જીત્યો, ઓમાનના કેપ્ટન જીશાન મક્સૂદે પ્રથમ ક્વૉલિફાયર મેચમાં ટૉસ જીત્યો છે અને પાપુઆ ન્યૂ ગિનીને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આજની પ્રથમ મેચ અલ અમેરાતના, અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે.

પાપુઆ ન્યૂ ગિનીની ફૂલ સ્ક્વૉડ - 

અસ્સાદ વાલા (કેપ્ટન), કિપ્લીન દોરીગા (વિકેટકીપર), ટોની ઉરા, લેગા સિઆકા, ચાર્લ્સ એમિનિ, સેસે બાઉ, નોર્મન વનુઆ, ચાદ સોપાર, જેસન કિલા, ડેમિયન રેવુ, નોસાઇના  પોકાના, કાબુઆ મોરીયા, હીરી હીરી, ગૌડી ટોકા, સિમોન અટાઇ.

ઓમાનની ફૂલ સ્ક્વૉડ - 

જીશાન મક્સૂદ (કેપ્ટન), નશીમ ખુશી (વિકેટકીપર), જતીન્દર સિંઘ, ખુર્રમ નવાઝ, અકીબ લ્યાસ, અયાન ખાન, સંદીપ  ગૌડ, મોહમ્મદ નદીમ, ફય્યાઝ બટ્ટ, કલીમુલ્લાહ, બિલાલ ખાન, ખાવર અલી, સુરજ કુમાર, નેસ્ટોર ધમબા, સુફિયાન મેહમૂદ. 
 

T20 World Cup 2021

આજથી ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપની શરૂઆત થઇ છે, આજે પ્રથમ ક્વૉલિફાયર મેચ રમાશે, આજની મેચમાં પાપુઆ ન્યૂ ગિની સામે ઓમનની ટીમ સુપર 12માં સ્થાન મેળવવા માટે ટકરાશે. આજે બે મેચો રમાશે, બીજી મેચ સાંજે 7.30 કલાકે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. અગાઉથી આઇસીસી ટી20 રેન્કિંગના આધારે પ્રથમ આઠ ટીમોનુ સિલેક્શન ટી20 વર્લ્ડકપ માટે થઇ ચૂક્યુ છે. 

નૉકઆઉટ તબક્કો

10 નવેમ્બર: સેમીફાઇનલ 1
11 નવેમ્બર: સેમીફાઇનલ 2
14 નવેમ્બર: ફાઇનલ---

ભારતની મેચ

24 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
31 ઓગ્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
3 નવેમ્બર: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
5 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર બી-1
8 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર એ-2

T20 WC : ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ

ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટ (Live Telecast)ના અધિકાર સ્ટાર નેટવર્ક (Star Network)ની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ (Indian Subcontinent) શ્રીલંકા (Sri Lanka), ભૂટાન (Bhutan), બાંગ્લાદેશ (Bangladesh) અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1 (Star Sports 1), સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી (Star Sports 1 HD), સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી (Star Sports 1 Hindi), સ્ટાર સ્પૉર્ટ્સ 2 (Star Sports 2), સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી (Star Sports 2 HD) અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી (Star Sports 2 Hindi)ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર (Disney Hotstar) એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 

બ્રેકગ્રાઉન્ડ

T20 World Cup 2021, આજથી ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી20 વર્લ્ડકપની શરૂઆત થઇ છે, આજે પ્રથમ ક્વૉલિફાયર મેચ રમાઈ હતી.  આજની મેચમાં પાપુઆ ન્યૂ ગિની સામે ઓમનની ટીમ વચ્ચે રમાઈ હતી. પ્રથમ ટી20 મેચમાં ઓમાનની 10 વિકેટથી શાનદાર જીત થઈ છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.