નવી દિલ્હીઃ આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે. શેખ જાયેદ સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગે મેચ રમાશે. પ્રથમ સેમિ ફાઇનલમા ખરાખરીનો જંગ જામશે, કેમે કે એકબાજુ વનડે વર્લ્ડકપ 2019ની વિનર ઇંગ્લેન્ડની ટીમ છે તો બીજી બાજુ વનડે વર્લ્ડકપ 2019ની રનરઅપ ટીમ ન્યૂઝીલેન્ડ છે. ખાસ વાત છે કે, એકબાજુ ઇંગ્લેન્ડ ફરી એકવાર વર્લ્ડ વિજેતા બનવા માટે મેચમાં ઉતરશે તો બીજીબાજુ ન્યૂઝીલેન્ડ 2019ની ફાઇનલનો બદલો લેવા ઇંગ્લેન્ડ સામે ઉતરશે. આજે જે ટીમ જીતશે તે આગામી 14 તારીખે રમાનારી ફાઇનલ મેચ માટે ક્વૉલિફાય કરશે. બીજી સેમિ ફાઇનલ મેચ આવતીકાલે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
T20 World Cup 2021: સેમિફાઇનલ અગાઉ ઇગ્લેન્ડને મોટો ઝટકો, આ આક્રમક બેટ્સમેન વર્લ્ડકપમાંથી બહાર
ઇગ્લેન્ડને ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇનલ મેચ અગાઉ ઝટકો લાગ્યો છે. ઓનપર બેટ્સમેન જેસન રોય ટુનામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ સુપર-12ની અંતિમ મેચમાં રોય ઇજાગ્રસ્ત થયો હતો. ઇસીબીએ આપેલી જાણકારી અનુસાર રોયના સ્થાને જેમ્સ વિંસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 10 નવેમ્બરના રોજ પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડે અત્યાર સુધી 5માં 4 મેચ જીતી છે.
જેસન રોયને પગમાં ઇજા પહોંચી હતી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 20 રન બનાવી રિટાયર્ડ હર્ટ થઇ ગયો હતો. રોયે કહ્યું કે ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ જવું મારા માટે કડવા ઘૂંટ સમાન છે. 2019ના વન-ડે વર્લ્ડકપમાં રોયે શઆનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણએ ઇગ્લેન્ડ વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું હતું. ઇગ્લેન્ડે 2010માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. આ વખતે ટીમને મોટી દાવેદાર માનવામાં આવી છે. ન્યૂઝિલેન્ડની ટીમે અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપનું ટાઇટલ જીત્યું નથી.
સેમિ ફાઈનલમાં કઈ ટીમની કોની સામે ટક્કર-
10 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 1
ઈંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ
11 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 2
ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન
બે સુપર ટીમો 14મી નવેમ્બરે 2021ના દિવસે સાંજે 7.30 વાગે આઇસીસી ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવા મેદાનમાં ઉતરશે અને ત્યારબાદ એક નવું ટી20 ચેમ્પિયન મળશે.
સેમિ ફાઈનલમાં પહોંચનારી ટીમોની કેવી રહી સફર-
પાકિસ્તાન – 5 મેચ, 5 જીત
ઓસ્ટ્રેલિયા – 5 મેચ, 4 જીત, 1 હાર
ઈંગ્લેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર
ન્યૂઝીલેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર