નવી દિલ્હી: આગામી વર્ષ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T-20 વર્લ્ડ કપ માટે 16 ટીમ નક્કી થઈ ગઈ છે. ટુર્નામેન્ટ માટે આયર્લેન્ડ, નામીબિયા,નેધર્લેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની તથા સ્કોર્ટલેન્ડે ક્વોલિફાઈ કરી લીધેલ છે. આ ટૂર્નામેન્ટ આગામી વર્ષ 18 ઓક્ટોબરથી 15મી નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે. તેમા ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે 20મી ઓક્ટોબરના રોજ પર્થમાં યોજાશે.


ICC T20I World Cup 2020માં ક્વૉલિફાઇ થયેલી 16 ટીમો આ મુજબ છે. બાંગ્લાદેશ, ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, પપુઆ ન્યૂ ગીની, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામિબિયા, સ્કૉટલેન્ડ અને ઓમાન.

થમ રાઉન્ડ માટે ગ્રુપ-એ માં શ્રીલંકા સાથે પાપુઆ ન્યૂ ગિની, આયર્લેન્ડ અને ઓમાન રહેશે. આ તમામ મેચ 18મી થી 22મી ઓક્ટોબર સુધી જિલોંગ શહેરમાં યોજાશે. નેધર્લેન્ડ, નામીબિયા અને સ્કોટલેન્ડને બાંગ્લાદેશ સાથે ગ્રુપ-બી માં રાખવામાં આવેલ છે. નેધર્લેન્ડ, નામીબિયા અને સ્કોટલેન્ડને બાંગ્લાદેશ સાથે ગ્રુપ-બીમાં રાખવામાં આવેલ છે. આ તમામ મેચ 19મીથી 23મી ઓક્ટોબર, 2020 સુધી હોબાર્ટમાં રમાશે. ટૂર્નામેન્ટનો પ્રારંભ શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચે કાર્દિનિયા પાર્ક સ્ટેડિયમમાં રમાનાર મેચથી થશે.

પ્રથમ તબક્કા બાદ ગ્રુપ-A ની મોખરાની ટીમ અને ગ્રુપ-B ની બીજા ક્રમની ટીમ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ તથા વેસ્ટઈન્ડિઝ સાથે ગ્રુ-1 માં સામેલ હશે. જ્યારે ગ્રુપ-B ની મોખરાની ટીમ અને ગ્રુપ-A ની બીજા નંબરની ટીમ ભારત, ઈગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા અફઘાનિસ્તાન સાથે ગ્રુપ-2 માં રહેશે. આ તમામ વચ્ચે સુપર-12 મેચ યોજાશે. બન્ને ગ્રુપની મોખરાની બે-બે ટીમ સેમીફાઈનલમાં રમશે. ટુર્નામેન્ટની ફાઈનલ 15મી નવેમ્બર, 2020 રોજ મેલબોર્નમાં રમાશે.