નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો મર્યાદીત ઓવરનો ક્રિકેટર શ્રેયસ અય્યર તેના ખભાની ઈજાથી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ પૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. આ કારણે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરવામાં સમય લાગી શકે છે. ખભાની સર્જરી બાદ તે પૂરી રીતે રીહેબ નથી થઈ શક્યો, તેથી રોયલ લંડન કપમાં તે હિસ્સો નહીં લઈ શકે.
ઇંગ્લિશ કાઉન્ટીની (English County) ટીમ લંકાશાયરએ (Lancashire) તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે શ્રેયસ અય્યરને (Shreyas Iyer) રોયલ લંડન કપ 2021 થી (Royal London Cup 2021) બહાર કરી દેવામાં આવ્યો છે. અય્યર ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.
હવે સવાલ એ ઉભો થાય છે કે શું શ્રેયસ અય્યર (Shreyas Iyer) આઈપીએલ 2021 ના (IPL 2021) બીજા ભાગમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમી શકશે? અય્યરે અગાઉ આશા વ્યક્ત કરી છે કે યુએઈમાં (UAE) યોજાનારી ટી -20 માટે તે ફિટ થઈ જશે, કદાચ તેથી જ તેણે રોયલ લંડન કપમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું છે જેથી તેને વધુ આરામ મળે.
અય્યરે તાજેતરમાં નેટ અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ 22 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી ચાલનારી ટુર્નામેન્ટ માટે જરૂરી ફિટનેસ હાંસ કરી શક્યો નથી આ અંગે લંકાશાયર કાઉન્ટી ક્લબે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે ક્લબ, બીસીસીઆઈ અને ખેલાડીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા બાદ શ્રેયસ અય્યર વાપસી પહેલા ભારતમાં જ રહે તે માટે સહમતિ બની છે.
હાર્દિક પંડ્યા થયો ટ્રોલ
શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ રવિવારે શ્રીલંકા સામેની પહેલી વન ડે મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ભારતે સરળતાથી મેચ જીતી પણ આ મેચમાં હાર્દિક પંડ્યા ટ્રોલ થઈ ગયો. પંડ્યા હેડ બેન્ડ પહેરીને આવ્યો હતો. તેના કારણે લોકોએ તેના માથે બરાબરનાં માછલાં ધોઈને લખ્યું કે, તારે લાંબા વાળ છે નહીં પછી કેમ હેડ બેન્ડ પહેરીને ફરે છે ? કેટલાક યૂઝર્સે પંડ્યાની સરખામણી ભૂતપૂર્વ ક્રિકેટર અશોક ડિંડા સાથે પણ કરી હતી ને કટાક્ષ કર્યો કે, હાર્દિક પંડ્યાને ડેનિસ લીલીનો વહેમ છે ને બોલિંગ સીસીની જેમ નાંખે છે પણ ઝૂડાય અશોક ડિંડાની જેમ છે. ડેનિસ લીલી ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલરોમાં એક છે.