ઓસ્ટ્રેલિયા XI સામેની પ્રેક્ટિસ મેચમાં ભારત 358 રનમાં ઓલઆઉટ, 5 બેટ્સમેનોએ ફટકારી ફિફ્ટી
પૂજારા 54, કેપ્ટન વિરાટ કોહલી 64 અને હનુમા વિહારી 53 રન બનાવી આઉટ થયા હતા. અજિંક્ય રહાણે 56 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. રોહિત શર્માએ 40 રન બનાવ્યા હતા. રિષભ પંત 11 રને નોટ આઉટ રહ્યો હતો. એરોન હાર્ડિએ 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા ઇલેવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચે રમાઈ રહેલી ચાર દિવસની પ્રેક્ટિસ મેચમાં બીજા દિવસે ભારત 92 ઓવરમાં 358 રન બનાવી ઓલઆઉટ થયું હતું. પ્રથમ દિવસની રમત વરસાદના કારણે રદ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદના કારણે પ્રથમ દિવસે બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં પણ ઉતરી શક્યા નહોતા. બીજા દિવસે ભારતના 5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી શાનદાર ફોર્મનો પરિચય આપ્યો હતો.
ભારત તરફથી પૃથ્વી શો અને લોકેશ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા હતા. રાહુલ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પૃથ્વી શો અને ચેતેશ્વર પૂજારાએ 80 રનની પાર્ટનરશિપ કરી હતી. પૃથ્વી શો 69 બોલમાં 66 રન બનાવી આઉટ થયો હતો. જેમાં તેણે 11 બાઉન્ડ્રી ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -