નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે રમાનારી આગામી ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ ઉપરાંત લાંબા સમય સુધી ટીમમાંથી બહાર રહી શકે છે. પંડ્યાને પીઠના નીચેના હિસ્સામાં ફરીવાર દુઃખાવો શરૂ થયો છે. આ માટે તેણે સર્જરી પણ કરાવવી પડી શકે છે અને તે પાંચ-છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ, ઈજાની સમીક્ષા માટે હાર્દિક ડોક્ટરને મળવા ટૂંક સમયમાં જ લંડન જશે. તેણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં દુબઈમાં રમાયેલા એશિયા કપ દરમિયાન પ્રથમ વખત પીઠના નીચેના હિસ્સામાં દર્દની ફરિયાદ કરી હતી.




સૂત્રોના જણાવ્યા મુજબ, હાર્દિક ઈંગ્લેન્ડ જઈને ડોક્ટર સાથે ચર્ચા-વિચારણા કરશે. આ પહેલા પણ તેણે ત્યાં સારવાર કરાવી હતી. તે બાંગ્લાદેશ સામેની સીરિઝમાં નહીં રમે. તેણે કેટલો સમય મેદાનથી દૂર રહેવું પડશે તેની હજુ સુધી ખબર નથી. આ અંગે તે ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ જ ખબર પડશે.



હાર્દિક વિજય હજારે ટ્રોફીમાં પણ રમ્યો નહોતો. આ ટ્રોફીમાં તેનો ભાઈ કૃણાલ પંડ્યા કેપ્ટનશિપ કરી રહ્યો હતો. જો પંડ્યા પર સર્જરી કરવામાં આવશે તો તે 2020 આઈપીએલ પહેલા વાપસી નહીં કરી શકે. 25 વર્ષીય હાર્દિક પંડયાએ 11 ટેસ્ટમાં 17 વિકેટ લેવાની સાથે 532 રન બનાવ્યા છે. તેણે 54 વન ડેમાં 54 વિકેટ ઝડપવાની સાથે 937 રન બનાવ્યા છે. આ ઉપરાંત ટી20 આંતરરાષ્ટ્રીયમાં 40 મેચમાં તેના નામે 310 રન અને 38 વિકેટ ખાતામાં બોલે છે.
 NRCને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- હિન્દુ શરણાર્થીઓને જવા નહીં દઈએ અને ઘૂસણખોરોને રહેવા નહીં દઈએ

સેમસંગે ભારતમાં લૉન્ચ કર્યો બુકની જેમ વળી શકે એવો ફૉલ્ડેબલ સ્માર્ટફોન, કિંમત જાણીને ઉડી જશે હોશ

અમરેલીઃ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા