ભારતીય ટેસ્ટ ટીમે 115 અંકોની સાથે આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં પહેલા નંબરનું સ્થાન મેળવી લીધું છે. ભારતે આ યાદીમાં પાકિસ્તાન (111)ને પાછળ છોડી દીધું છે, જ્યારે ત્રીજા નંબર પર ઑસ્ટ્રેલિયા (108) છે. રેંકિંગમાં ચોથા નંબરે ઈંગ્લેંડ છે, જ્યારે પાંચમા નંબરે દક્ષિણ આફ્રિકા, છઠ્ઠા નંબરે શ્રીલંકા, સાતમા નંબરે ન્યુઝીલેંડ, આઠમા નંબરે વેસ્ટઈંડિઝ, નવમા નંબરે બાંગ્લાદેશ અને દસમા નંબરે ઝિમ્બાબ્વે છે.
બોલરોની આઈસીસી ટેસ્ટ રેંકિંગની વાત કરીએ તો અહીં પણ ભારતે પોતાનો જલવો બતાવ્યો છે. હાલમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ વખતે પણ આ રેંકિંગમાં પહેલા નંબરનું સ્થાન પર કબજો કરી લીધો છે. અશ્વિનના 900 અંક છે જ્યારે બીજા નંબરે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનના 878 અંક છે અને ત્રીજા નંબર પર ઈંગ્લેંડના પેસર જેમ્સ અંડરસનના 861 અંક છે. ટૉપ-10માં અશ્વિન સિવાય એક બીજો ભારતીય બોલરનું નામ છે, અને એ છે સ્પિનર રવીંદ્ર જાડેજા. અને તેને સાતમા નંબરે પોતાનું સ્થાન બનાવીને રાખ્યું છે.
આઈસીસીની ઑલરાઉંડર ટેસ્ટ રેંકિંગમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. અહીં પણ શીર્ષ પર 451 અંકોની સાથે અશ્વિનનું નામ છે. જ્યારે પાંચમા નંબરે 292 અંકોની સાથે રવીંદ્ર જાડેજાનું પણ નામ છે.
આઈસીસીએ બેટ્સમેનનો ટેસ્ટ રેંકિંગની વાત કરીએ તો અહીં ટૉપ-10માં માત્ર એક જ ભારતીય ખેલાડી છે. અને એ છે અજિંક્ય રહાણે જે 825 અંકોની સાથે આ રેંકિંગમાં છઠ્ઠા નંબરે છે. તેના સિવાય ચેતેશ્વર પુજારા 15મા અને વિરાટ કોહલી 17મા નંબરે પોતાનું સ્થાન બનાવીને રાખ્યું છે.