નવી દિલ્હી: ICC મહિલા ટી 20 વર્લ્ડકપ 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ ટકરાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાની મહિલા ખેલાડીઓ રડી પડી હતી. આ દ્રશ્ય જોતાં જ ઓસ્ટ્રેલિયાનો પૂર્વી ઝડપી બોલર બ્રેટ લીએ કહ્યું હતું કે, આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ ભારતીય મહિલા બેટ્સમેન શેફાલી વર્માને રડતાં જોઈ ખુબ જ ખોટૂં લાગ્યું હતું. જોકે બ્રેટ લીએ આશા વ્યક્ત કરી હતી કે, તે મજબૂત થઈ ફરીથી મેદાનમાં પરત ફરશે.


પ્રથમવાર ફાઈનલમાં પહોંચેલ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ ફાઈનલ મેચમાં 85 રનથી હરાવ્યં હતું. ફાઈનલ મેચમાં શેફાલી વર્મા પોતાની લયમાં જોવા નમળી અને મેચ હાર્યાં બાદ તેના આંસુ રોકાયા નહીં.

બ્રેટ લીએ કહ્યું હતું કે, આઈસીસી માટે પોતાની કોલમમાં લખ્યું કે, મને શેફાલી વર્મા માટે ખુબ જ ખરાબ લાગી રહ્યું હતું. તેને રડતાં જોઈને સારું લાગ્યું નહીં પરંતુ તેને પોતાના પ્રદર્શન પર ગર્વ હોવો જોઈએ.

તેણે કહ્યું કે, પ્રથમ ટૂર્નામેન્ટમાં જ આ પ્રકારનું પ્રદર્શન તેની પ્રતિભા અને માનસિક દ્રઢતા જોવા મળી છે. તે અહીંથી ખુબ જ શીખીને નિકળશે. આ અનુભવથી શીખી તે મજબૂતી સાથે પરત ફરશે. ભારત માટે આ નિરાશાજનક રાત હતી પરંતુ ભારતીય ટીમ વાપસી કરશે. અહીં તમામ વસ્તુ પૂર્ણ નથી થતી. આ માત્ર શરૂઆત છે.