ટીમ ઈન્ડિયાના ઓપનર ધવને પત્ની સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તેમાં લોકોને ખાસ અપીલ કરી. ધવને લખ્યું, જ્યારે હું મારા પરિવાર સાથે ઘર પર સમયનો પૂરો આનંદ લઈ રહ્યો છું તેવા સમયે ઘરેલુ હિંસા અંગે સાંભળીને ખૂબ નિરાશ અને દુઃખી છું. આપણા સમાજમાં આજના સમયમાં આવી કંઈ હાજર છે, જેને ખતમ કરવાની જરૂર છે. એક પ્રેમાળ અને ઉદાર સાથી પસંદ કરો. હિંસા ન કરો.
વીડિયોમાં શિખર, પત્ની આયશા અને પુત્ર સાથે કસરત કરતો જોવા મળી રહ્યો છે. તમામ બોક્સિંગ ગ્લવઝ પહેરીને એકબીજા સાથે પ્રેક્ટિસ કરતાં જોવા મળી રહ્યા છે. ધવન સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે સંકળાયેલો રહે છે.
ધવનની પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. કોહલીએ પણ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેની પત્ની અનુષ્કા શર્મા, ભારતીય બેટ્સમેન રોહિત શર્મા અને અનેક બોલિવૂડ સ્ટાર હતા.