નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની ઈજાને લઈ સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યું કે, ‘ધવન 10-12 દિવસમાં ઠીક થઈને વાપસી કરી શકે છે.  રિષભ પંત માન્ચેસ્ટરમાં જ રહેશે.  જરૂર પડશે તો વિજય શંકરને અમે વિકલ્પ તરીકે લઈ શકીએ છીએ. બેકઅપ તરીકે ખેલાડીને તૈયાર રાખવામાં આવે છે.’

યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત ઇજાગ્રસ્ત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ રવાના થઈ ચુક્યો છે. પરંતુ હાલ ટીમ મેનેજમેન્ટે ટીમમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરવાથી ઈન્કાર કરી દીધો છે. આ કારણે ધવનને ઈંગ્લેન્ડમાં જ રાખવાની વાત કરવામાં આવી છે.


ધવન ન્યૂઝિલેન્ડ અને પાકિસ્તાન સામે રમાનારી મેચ નહીં શકે. કોચ બાંગર પહેલા બીસીસીઆઈએ કહ્યું, ધવન હાલ બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે. તે ઈંગ્લેન્ડમાં જ રહેશે અને તેની ઈજા પર નજર રાખવામાં આવશે. દરમિયાન ધવન આજે પ્રેક્ટિસ સેશનમાં પણ હાજર રહ્યો હતો.


વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 23 વર્ષ પછી બન્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગત

વાયુ વાવાઝોડાથી સિંહોને બચાવવા વન વિભાગે શું કરી છે તૈયારી, જાણો વિગત

અમદાવાદઃ વાયુ વાવાઝોડા પ્રભાવિત વિસ્તાર માટે 2 લાખ ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા, જુઓ વીડિયો


વાયુ અને વરસાદને ધ્યાનમાં લઇને AMCએ શરુ કર્યો કન્ટ્રૉલ રૂમ, જુઓ વીડિયો