World Cup 2019 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી થઈ લોન્ચ, ધોનીએ કહ્યું- આ વિરાસતને ભાવી પેઢીને સોંપવા પર ગર્વ
abpasmita.in | 02 Mar 2019 01:50 PM (IST)
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ વિશ્વકપ 2019 માટે પોતાની નવી જર્સી શુક્રવારે લોન્ચ કરી દીધી છે. આ અવસર પર પૂર્વ કેપ્ટન એમએસ ધોની, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને યુવા બેટ્સમેન પૂથ્વી શો પણ ઉપસ્થિત રહ્યાં હતા. કપિલ દેવની ટીમને 1983માં લોર્ડસમાં સફેદ જર્સી પહેરીને વિશ્વકપ જીતવું ધોની માટે પ્રેરણા બની અને ફરી તેના નેતૃત્વમાં ભારતે 2007 અને 2011માં અલગ અલગ પ્રકારની જર્સીમાં ખિતાબ જીત્યા. ધોનીને ભારતીય જર્સીની આ વિરાસતને ભાવી પેઢીને સોંપવા પર ગર્વ છે. નવી જર્સીને લઇને ધોનીએ કહ્યું કે, ‘ઉમ્મીદ છે કે નવી જર્સી અનેક વિશ્વ કપનો ભાગ બને પરંતુ અમને અમારી નિરંતરતા પર ગર્વ છે.’ કોહલીએ આ અવસર પર કહ્યું કે, “આ જર્સી સાથે એક મહત્વ અને સન્માન જોડાયેલ છે. સૌને તેને અહેસાસ હોવો જોઈએ. તમારી અંદર જીતનો જૂસ્સો હોવો જોઈએ. ત્યારે જ તમે આ જર્સીને મેળવી શકો છો.” જ્યારે ધોનીને પુછવામાં આવ્યું કે આ જર્સી તમને શુ યાદ અપાવે છે. ત્યારે ધોનીએ કહ્યું, ‘આ હંમેશા મને તે વિરાસતની યાદ અપાવે છે જે અમને મળી છે. માત્ર એટલું જ નહીં.’ પ્રત્યેક દ્વિપક્ષીય શ્રેણીમાં રમવું, તમામ ફોર્મેટમાં નંબર વન પર પહોંચવું આ બધુ પ્રેરણાદાયી તત્વ તેનાથી જોડાયેલા છે. વાંચો:વધી રહેલા તનાવ વચ્ચે વસીમ અકરમે ભારતને આપ્યો આ મેસેજ, જાણો ટ્વીટ કરીને શું લખ્યુ.... ધોનીએ સન્માન સાથે 1983ની કપિલ દેવના નેતૃત્વવાળી ટીમ વિશ્વ કપમાં જીતનો ઉલ્લેખ કર્યો, ધોનીએ કહ્યું, જૂની યાદોને તાજા કરવું સારુ લાગે છે. વિશ્વ કપ 1983 દરમિયાન અમે ખૂબજ યુવા હતા. બાદમાં અને વીડિયો જોવા કે કોઈ રીતે બધા જશ્ન મનાવી રહ્યા હતા. અમે 2007 વિશ્વ ટી20 ખિતાબ જીત્યો. અમે તે વિરાસતને આગળ વધારી અને ભાવી પેઢીને સોંપી.