કોહલીએ કહ્યું, મેં સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ બદલવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તે અધ્યક્ષ બન્યા સારી વાત છે પરંતુ મેં આ અંગે હજુ સુધી કોઈ વાત કરી નથી. જ્યારે તેમને મારી સાથે વાત કરવાની હશે ત્યારે જરૂર કરશે.
જીત બાદ કોહલીને એક રિપોર્ટરે પૂર્વ કેપ્ટન ધોનીની મુલાકાત પર સવાલ પૂછ્યો કે, ચાર દિવસમાં મેચ સમાપ્ત થઈ ગઈ છે તો શું તમે ધોની સાથે મુલાકાત કરશો ? વિરાટે તેના પર કહ્યું, ધોની ચેન્જ રૂમમાં છે. તમે પણ હેલો કરી દો. રાંચી ધોનીનું હોમ ટાઉન છે અને તે મેચના ચોથા દિવસે ડ્રેસિંગ રૂમમાં નજરે પડ્યો હતો.
ધોનીએ પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા શાહબાજ નદીમ અને કોચ રવિ શાસ્ત્રી સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમ હવે 3 નવેમ્બરથી બાંગ્લાદેશ સામે 3 ટી20 અને બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે.
ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી