શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર વિરાટ અને અનુશ્કાના છૂટાછેડા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. #VirushkaDivorce નામથી ચાલી રહેલા ટ્રેન્ડે યૂઝર્સને આંચકો આપ્યો હતો. જોકે થોડી જ વારમાં આ માત્ર અફવા હોવાનું સમજાઈ ગયું હતું.
રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ અને અનુષ્કા અલગ થયાની જૂની ખબર શેર થવા લાગી હતી. આ ખબર 2016ની હતી અને તે સમયે કોહલી-અનુષ્કાના લગ્ન નહોતા થયા. જોકે બંને થોડા સમય માટે અલગ થયા હતા.
તાજેતરમાં અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરિઝ પાતાલ લોકને પણ વિવાદ થયો હતો અને ઉત્તરપ્રદેશના બીજેપી ધારાસભ્યએ વિરાટે અનુષ્કાને છૂટાછેડા આપી દેવા જોઈએ તેમ કહ્યું હતું.
ટ્વિટર યૂઝર્સે ટ્રેન્ડને થોડા જ સમયમાં મજાકમાં બદલી દીધો અને અલગ અલગ પ્રકારના મીમ્સ બનાવીને શેર કરવા લાગ્યા.