હવે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે શુક્રવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનાર દરેક પોલીસકર્મીઓના પરિવારને 65-65 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.
દેશમુખે 'પીટીઆઈ-ભાષા'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે સંક્રમણના કારણે મૃત્યુ પામેલા પોલીસકર્મીઓના પરિવારના એક સદસ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે સંક્રમણના કારણે મૃત્યુ પામેલા દરેક પોલીસકર્મીઓના પરિવારને 65-65 લાખ રૂપિયા આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં બુધવાર સુધી કોરોના સંક્રમણના કારણે ઓછામાં ઓછા 31 પોલીસકર્મીઓના મોત થયા છે. દેશમુખે શુક્રવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં આ સમયે 5,60,303 લોકો ક્વોરન્ટીનમાં રહી રહ્યા છે. એક નિવેદનમાં મંત્રીના હવાલાથી જણાવવામાં આવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 80229 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 2849 લોકોના મોત થયા છે.