હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસીને લઈ કેપ્ટન કોહલીએ કરી મોટી વાત, જાણો શું કહ્યું
મેચ બાદ કોહલીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, મને પંડ્યાને ટીમમાં સામેલ કરવાની ખુશી છે. તે એક એવો ખેલાડી છે ટીમને સંતુલન આપે છે. તે મેદાન પર એવી ચીજો પર ધ્યાન કેન્દ્રીય કરતો હતો, જે તેણે કરવાની જરૂર હતી. પંડ્યાએ શરૂઆતથી જ ગંભીરતાથી બોલિંગ કરી અને બે વિકેટ પણ ખેરવી. જે તે સમયે વિકેટ ખૂબ મહત્વપૂર્ણ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ એમ પણ કહ્યું કે, જિંદગીમાં કોઈ પણ સ્થિતિમાં તમે બે જ ચીજો કરી શકો છે. એક તો તમે નિરાશ થઈ શકો છો અને બીજું તમે આ સ્થિતિમાંથી પ્રેરણા લઈને ભૂલ કરી હોય તો તેને કેવી રીતે સુધારવી તે કરી શકો છો. જો તમે એક ક્રિકેટર છો તો ક્રિકેટથી વધારે પ્રેમાળ ચીજ તમારા માટે કોઈ ન હોઈ શકે. તમે તમારી સંપૂર્ણ શક્તિ તૈયારી કરવામાં લગાવી શકો છો અને જો તમે આ રમતને આદર આપશો તો રમત તમને ઘણું બધું આપશે.
નવી દિલ્હીઃ યજમાન ન્યૂઝિલેન્ડ સામે પાંચ વન ડે મેચની સીરિઝમાં 3-0ની લીડ લીધા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમમાં આવવાથી સંતુલન શ્રેષ્ઠ બન્યું છે. ભારતીય ટીમ 10 વર્ષ બાદ ન્યૂઝિલેન્ડની ધરતી પર વન ડે શ્રેણી જીતી છે. કોફી વિથ કરનમાં મહિલાઓ પર વાંધાનજક ટિપ્પણી કરી હતી. જેના કારણે તેના પર મેચ રમવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. જેને થોડા દિવસો પહેલા હટાવી લેવામાં આવ્યો હતો.
તે એક એવો ખેલાડી છે જે ત્રણેય વિભાગમાં તેનું યોગદાન આપે છે અને દરેક ટીમને આવા ખેલાડીની જરૂર હોય છે. જ્યારે તે ટીમમાં આવે છે ત્યારે તમે જોઈ શકો છે અમારી બેટિંગ અને બોલિંગ વધારે સંતુલિત નજરે પડે છે. પંડ્યા પાસે જૂની યાદો ભૂલીને એક દિગ્ગજ ખેલાડી બનવાનો મોકો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -