આ પોસ્ટના કેપ્શનમાં વિરાટ કોહલીએ લખ્યું હતું કે, કામ કરવું એક વિકલ્પ નહીં પરંતુ વધું સારું કરવાની જરૂરિયાત હોવી જોઈએ. આ વીડિયોમાં કોહલી એક બોક્સ ઉપર કૂદી રહ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆતથી વિરાટ કોહલી ભારતીય બેટિંગનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. 2008માં ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમતી વખતે કોહલી એક ગોળમટોળ ચહેરો ધરાવતો યુવાન ખેલાડી હતો પરંતુ હવે તે વિશ્વના સૌથી ફિટ ખેલાડીઓમાંનો એક છે અને દરેકને ફિટ રહેવા માટે પ્રેરણા આપે છે.
વિરાટ કોહલી ટીમની અંદર પણ ફિટનેસ કલ્ચર લાવ્યો છે અને અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. કોહલીએ થોડા વર્ષો પહેલા શાકાહારી બનવાનું નક્કી કર્યું હતું.