વિરાટ કોહલીએ તેની સૌથી પસંદગીની ચીજની આપી કુરબાની, જાણો વિગત
બે વર્ષ પહેલા કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પ્રાણી અધિકાર સંગઠન PETAના સમર્થનમાં શાકાહારી બનવાનો ફેંસલો લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેગન ડાયટ અપનાવ્યા બાદ કોહલીની પાચન શક્તિમાં વધારો થયો છે. આ પહેલા વિરાટ કોહલીને બટર ચિકન ખૂબ પસંદ હતું પરંતુ ફિટનેસને લઈ કોહલીએ તેની આ ખાસ પસંદગીની પણ કુરબાની આપી દીધી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ફીટ ખેલાડીઓમાંથી એક કેપ્ટન વિરાટ કોહલીએ તેની ફિટનેસના વધારે શ્રેષ્ઠ કરવાનો મોટો ફેંસલો લીધો છે. કેપ્ટન કોહલીએ પત્ની અનુષ્કાના પગલે ચાલતાં ખાન-પાનમાં ફેરફાર કરીને પૂરી રીતે શાકાહારી બની ગયો છે.
કોહલીએ વેગન ડાયટ શરૂ કર્યું છે. એટલે કે માત્ર માંસ, માછલી, ઇંડા જ નહીં પરંતુ એનિમલ પ્રોડક્ટમાંથી બનેલી તમામ પ્રોડક્ટો જેવી કે દૂધ, દહીં, ઘી પણ ખાવાની બંધ કરી દીધી છે. ડાયટ બાદ તેની રમતમાં વધારે સુધારો થયો છે અને શરીરમાં પણ સ્ફૂર્તિનો સંચાર જોવા મળ્યો છે.
વિરાટ કોહલી સારી ફિટનેસ જરૂરી હોય તે બધુ જ કરે છે જે જરૂરી હોય. વિરાટ કોહલીને બાળપણમાં બિરયાની ખાવાનું ઘણું ગમતું હતું પરંતુ હવે તેમણે નોનવેજ જ ખાવાનું છોડી દીધું છે અને શાકાહારી બની ગયા છે. અહેવાલ પ્રમાણે કેપ્ટન કોહલીએ ચાર મહિના પહેલા એનિમલ પ્રોટીન લેવાનું છોડી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -