પાંચમી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગતે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટની સીરીઝમાં ટીમ ઇન્ડિયાની કારમી હાર થઇ છે અને અંતિમ ટેસ્ટમાં પણ હારનો ખતરો મંડરાઇ રહ્યો છે. અંતિમ ટેસ્ટમાં ભારતને જીતવા માટે ઇગ્લિશ ટીમે 465 રનનુ વિશાળ લક્ષ્ય આપ્યું હતું. હવે ભારત માટે આ ટેસ્ટમાં કેટલાક નિરાશાજનક રેકોર્ડ પણ નોંધાયા જેમાં એક બાયના રનનો પણ છે.
પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 332 રન બનાવ્યા, જ્યારે ભારતીય ટીમ 292 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે કૂક અને રૂટના શતકના સહારે 423 રન બનાવ્યા હતા, હવે ભારતીય ટીમને જીતવા માટે 465 રનોનુ વિશાળ લક્ષ્ય આપ્યું મળ્યુ છે.
ઇતિહારમાં પહેલીવાર બન્યુ છે જ્યારે ભારતીય ટીમે કોઇ ટેસ્ટ સીરીઝમાં 100થી વધુ બાયના રન આપ્યા હોય, વિરાટ બ્રિગેડના નામે નોંધાયેલો આ સૌથી શરમજનક રેકોર્ડ છે. ઋષભ પંતે સૌથી વધુ 35 રન બાયના આપ્યા છે, જે કોઇપણ ભારતીય વિકેટકીપર દ્વારા સર્વાધિક આપવામાં આવેલા રન છે. તેનો પોતાનો જ 30 રન આપવાનો રેકોર્ડ તોડ્યો.