Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શું પત્ની સાથે ભારત બંધમાં ધરણાં પર બેઠો હતો ધોની? જાણો વાયરલ થયેલા આ ફોટાનું સત્ય
જ્યારે આના વિશે પેટ્રૉલ પંપના માલિકને પુછવામાં આવ્યું તો તેમને આ વર્ષે 29 ઓગસ્ટે ધોની અહીં આવ્યો હોવાની વાત કહી હતી, પંપના માલિક અનુસાર ધોનીની સાથે પત્ની અને કેટલાક લોકો પણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી તસવીરને ટ્વીટર યૂઝર અરુણ ઠાકુરે પણ અપલૉડ કરી પણ તેને થોડીક વાર બાદ ટ્વીટ કરીને ડિલીટ કરી દીધું. અરુણના ટ્વીટર પ્રૉફાઇલ અનુસાર, તે શિમલાનો રહેવાસી છે અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટી (HPCC)ની સોશ્યલ મીડિયા ટીમ સાથે જોડાયેલો છે.
પણ સત્ય અલગ છેઃ--- ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી જાણવા મળ્યું કે આ તસવીર ઓગસ્ટ મહિનાની છે જ્યારે ધોની પોતાના પરિવાર સાથે એક જાહેરાતના શૂટિંગ માટે શિમલા ગયો હતો. આ દરમિયાન તેને રસ્તામાં આવેલા એક પેટ્રૉલ પંપ પર થોડાક સમય માટે બેઠો હતો. આ પેટ્રૉલ પંપ શિમલાના વિકાસ નગરમાં આવેલો છે.
તસવીરને પહેલી નજરમાં જોઇને કહી શકાય કે આ ભારત બંધ દરમિયાન નથી લેવામાં આવી. તસવીરને રાત્રે ખેંચવામાં આવી છે, જ્યારે ભારત બંધ દરમિયાન થનારુ પ્રદર્શન સોમવારે સવારે શરૂ થયું હતું. ઇન્ટરનેટ પર પણ સર્ચ કરવાથી અમને એવા કેટલાય સમાચારો મળ્યા જેમાં ધોનીના ભારત બંધમાં ભાગ લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય.
બંધ દરમિયાન સોશ્યલ માડિયામાં એક ફોટો વાયરલ થઇ રહ્યો હતો જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્ની સાક્ષી ધોની કેટલાક લોકો સાથે એક પેટ્રૉલ પંપ પર બેસેલા દેખાઇ રહ્યાં છે. આ તસવીરને લઇને સોશ્યલ મીડિયા પર એવા દાવો પણ કરવામાં આવ્યા કે ધોની પણ ભારત બંધમાં જોડાયો છે અને તેના કારણે તે પેટ્રૉલ પંપ પર લોકોની વચ્ચે આવ્યો હતો.
નવી દિલ્હીઃ સોમવારે દેશભરમાં કોંગ્રેસે આપેલા ભારત બંધને અલગ અલગ જગ્યાએથી સારો એવો પ્રતિસાદ મળ્યો. પેટ્રૉલ-ડિઝલની વધતી કિંમતોને લઇને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. આવામાં સોશ્યલ મીડિયામાં વાતો થઇ કે ધોની પણ પોતાની પત્ની સાથે બંધમાં જોડાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -