સુરતઃ પતિની ગેરહાજરીમાં યુવતીના ઘરે જઈ યુવક માણતો સેક્સ, પછી જે થયું તે વાંચી વરસાવશો ફીટકાર
સુરતઃ પુણામાં પરિણીત યુવતી સાથે બે સગા ભાઈઓ સહિત પાંચ યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાની આપવીતી સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ, પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પાંચેય શખ્સોએ મારી નાંખવાની અને બદનામ કરવાની ધમકી આપી પાંચ વર્ષ સુધી પરિણીતાનું શોષણ કર્યું હતું. અંતે આ બધાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
વાત અહીંથી અટકી નહોતી. આ પછી તો શૈલેષના ભાઈ બલવંતગિરીએ પણ પરિણીતા સાથે સંબંધ બાંધવાના શરૂ કરી દીધી હતા. ઉપરાંત શૈલેષના મિત્રો અજારામ રબારી, ગણેશરામ રબારી અને માલારામ માળીએ પણ પરિણીતા પર બળાત્કા ગુજાર્યો હતો. આ સીલસીલો સતત પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો. જેમાં આ પાંચેયે વારંવાર સંબંધ બાંધ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, પાંચ વર્ષ પહેલા પુણાના ભૈયાનગરમાં મોબાઇલની દુકાન પર પરિણીતા રિચાર્જ માટે ગઈ હતી. આ સમયે દુકાનદાર શૈલેષગિરી ગૌસ્વામીએ પરિણીતાનો મોબાઇલ નંબર નોંધી લીધો હતો. તેમજ તેણે પરિણીતા સાથે ફોન પર વાત કરવાની શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તેના પતિની ગેરહાજરીમાં શૈલેષ તેના ઘરે જતો હતો અને પરિણીતાની ઇચ્છા વિરુદ્ધ સંબંધ બાંધતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -