મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું પ્રપોઝ, જુઓ સગાઈની તસવીરો
નતાશા એક સર્બિયન મૉડલ રહી ચુકી છે. તે સલમાન ખાનના બિગ બોસની 8મી સિઝનમાં ચાર અઠવાડિયા બાદ શોમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે બીગ બોસ સીઝન -8થી તેને નવી ઓળખ મળી હતી. આ સિવાય નતાશા નચ બલિયે-9માં પણ જલવો દેખાડી જુકી છે. તે સમયે હાર્દિકે નતાશા માટે વૉટ પણ માંગ્યા હતા. આ સિવાય તેણે ડિજેવાલે બાબુ ગીત પર પણ ધમાલ મચાવ્યો હતો. નતાશા અર્જૂન રામપાલની ફિલ્મ ‘ડેડી’માં નજર આવી ચુકી છે. ડેડીમાં તેણે એક આઈટમ સોન્ગમાં ડાન્સ કર્યો હતો. નતાશા ફુકરે રિટર્સનના ‘ઓ મેરી મેહબૂબા’ ગીતમાં પણ નજર આવી ચુકી છે. ( તમામ તસવીર -ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરમાં હાર્દિક અને નતાશા કોઈ દરિયા કિનારે બેસેલા નજરે પડી રહ્યાં છે. આ ઉપરાંત હાર્દિકે એક રોમેન્ટિક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દરિયા વચ્ચે ક્રૂઝ પર નતાશા સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. ફિલ્મી અંદાજમા નતાશાને હાર્દિકે પ્રપોઝ પણ કર્યું હતું.
હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી હતી. જેમાં નતાશાએ હાર્દિક સાથે સગાઈની વીંટી પહેરેલી નજર આવી રહી છે. તસવીર શેર કરીને હાર્દિકે લખ્યું કે, “મે તેરા તૂ મેરી જાને સારા હિંન્દુસ્તાન” હાર્દિક અને નતાશાના ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. આ બન્નેની સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
સર્બિયામાં જન્મેલી નતાશાએ 2010માં મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ એક્ટિંગ અને ડાન્સના કેરિયરમાં ઝંપલાવ્યું હતું. આ સપનાને પૂરા કરવા માટે 2012માં બૉલિવૂડમાં પગ મુક્યો હતો. તેના એક વર્ષ બાદ ફિલ્મ સત્યાગ્રહમાં આઈટમ નંબર ‘હમરી અટરિયા’થી ચર્ચામાં આવી હતી.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે નવા વર્ષે સગાઈ કરી હતી. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા બન્ને વચ્ચે અફેર હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી. જો કે હવે પંડ્યાએ સગાઈ કરીને પોતાના રિલેશન અંગે ખુલાસો કરી દીધો છે.
ફોટોમાં નતાશા એંગેજમેન્ટ રિંગ બતાવી રહી છે. દરિયા વચ્ચે ક્રૂઝ પર સગાઈ કર્યા બાદ બંને ઘણા ખુશ લાગતા હતા. હાર્દિકે ફોટાની સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બંને ડાંસ કરતા નજરે પડે છે. નતાશાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈનો ફોટો અને વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, હંમેશા માટે હા. વીડિયોમાં હાર્દિક નતાશાને પ્રપોઝ અને કિસ કરતો નજરે પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -