નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે સીરિઝમાં 3-0 અને ટેસ્ટ સીરીઝમાં 2-0થી વ્હાઇટ વોશ થયા બાદ ટીમ ઇન્ડિયા 12 માર્ચથી ત્રણ મેચની વનડે સીરીઝ રમશે. આ સીરીઝ 29 માર્ચથી શરૂ થવા જઈ રહેલ આઈપીએલ પહેલા ટીમ ઇન્ડિાયની અંતિમ સીરિઝ છે. સાઉથ આફ્રીકા વિરૂદ્ધ વનડે સીરિઝમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર ચાલી રહેલ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની વાપસી થઈ શકે છે. જોકે રોહિત શર્માની આ સીરિઝમાં રમવાની સંભાવના ઓછી છે.
કયા દિગ્ગજ ખેલાડીની થશે વાપસી
આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇજાગ્રસ્ત થનાર ધવનની વાપસી થવાનું નક્કી ગણાય છે. ગત વર્ષે રમાયેલી વન ડે વર્લ્ડકપ બાદ જ વારંવાર ઇજાગ્રસ્ત થયેલ હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની વાપસી પણ લગભગ નક્કી છે. હાર્દિક પંડ્યા છેલ્લા 6 મહિનાથી ક્રિકેટથી દૂર છે. તાજેતરમાં ઘરેલુ ક્રિકેટમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો.
કોની થઈ શકે હકાલપટ્ટી
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે સીરિઝમાં ખરાબ પ્રદર્શન બદલ મયંક અગ્રવાલ, શિવમ દુબે, કેદાર જાધવ અને શાર્દુલ ઠાકુરને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સીરિઝમાં બહાર કરવામાં આવી શકે છે. તેમના કેટલાક યુવા ખેલાડીને સ્થાન મળી શકે છે.
સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી માટે સંભવિત ભારતીય ટીમ
વિરાટ કોહલી, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, પૃથ્વી શૉ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર, આ દિગ્ગજોની થઈ વાપસી
દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીઓની થઈ શકે છે હકાલપટ્ટી, જાણો કોને મળશે મોકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2020 04:35 PM (IST)
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે સીરિઝમાં ખરાબ પ્રદર્શન બદલ મયંક અગ્રવાલ, શિવમ દુબે, કેદાર જાધવ અને શાર્દુલ ઠાકુરને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સીરિઝમાં બહાર કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -